Gujarati NewsBusiness। UPI transactions crossed 500 crore marks in march transaction value 8.88 lakh crores
માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર 500 કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન
ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો. આ વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
UPI Transaction (Symbolic Image)
Follow us on
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં (Digital Transactions) સતત વધારો થઈ રહ્યો છે. ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈનો (Unified Payments Interface – UPI) સૌથી વધુ ઉપયોગ થાય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIના શેર ડેટા અનુસાર માર્ચ મહિનામાં 29મી સુધી 504 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા. આ વ્યવહારોની કુલ કિંમત 8 લાખ 88 હજાર 169 કરોડ છે. આ પહેલીવાર છે જ્યારે UPI ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં 500નો આંકડો પાર કરી ગયા છે. ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો. આ વર્ષના પ્રદર્શનની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
જાન્યુઆરી 2021માં UPI વ્યવહારોનું મૂલ્ય રૂ. 8.32 લાખ કરોડ હતું, જે ફેબ્રુઆરીમાં ઘટીને રૂ. 8.27 લાખ કરોડ થયું હતું.29મી માર્ચ સુધી ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય રૂ. 8.88 લાખ કરોડ હતું.ફેબ્રુઆરી મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો.ફેબ્રુઆરીમાં કુલ વ્યવહાર 452 કરોડ હતો, જે જાન્યુઆરીમાં 461 કરોડ હતો.
જૂન 2016માં લોન્ચ કરવામાં આવ્યું હતું યુપીઆઈ
ભારત સરકારે જૂન 2016માં UPI વ્યવહારો શરૂ કર્યા હતા.ત્યારથી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.ઓક્ટોબર 2019માં પહેલીવાર UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો 100 કરોડને વટાવી ગયો.ત્યારથી તે વોલ્યુમ અને મૂલ્યના સંદર્ભમાં સતત રેકોર્ડ બનાવી રહ્યું છે.ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જોરદાર તેજી જોવા મળી હતી અને તેણે ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યા હતા.
યુપીઆઈના ફંક્શનને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે
વપરાશકર્તાઓ અને વેપારી બંને UPI વ્યવહારો ખૂબ જ ઝડપથી સ્વીકારી રહ્યા છે.NPCIએ પણ તેનું ફંક્શન અપગ્રેડ કર્યું છે.ઓટોપે સુવિધા હવે UPI પર ઉપલબ્ધ છે.આ સિવાય UPIની મદદથી IPOમાં રોકાણ કરી શકાય છે.
નેપાળમાં પણ UPI શરૂ કરવામાં આવ્યું છે.
ભારત સિવાય નેપાળ એવો પહેલો દેશ છે, જેણે પોતાના દેશમાં UPI ટ્રાન્ઝેક્શન લાગુ કર્યું છે. NPCIની આંતરરાષ્ટ્રીય શાખા NPCI ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL)એ તાજેતરમાં નેપાળમાં સેવાઓ પ્રદાન કરવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) અને મનમ ઈન્ફોટેક સાથે હાથ મિલાવ્યા છે. GPS નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે.
મનમ ઈન્ફોટેક નેપાળમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાગુ કરશે. NPCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જોડાણ નેપાળમાં લોકોની સુવિધામાં વધારો કરશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે.