
UPI આજે ભારતના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પેમેન્ટ માધ્યમોમાંનું એક છે. ચા-નાસ્તાની દુકાનથી લઈને મોટા શોપિંગ મોલ સુધી લોકો QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી રહ્યા છે. ત્યારે હવે UPI સાથે જોડાયેલા Merchant Discount Rate એટલે કે MDRને લઈને મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકો પાસેથી લેવામાં આવવાનો નથી.
Merchant Discount Rate એટલે વેપારી તરફથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે ચૂકવવામાં આવતો પ્રોસેસિંગ ચાર્જ. નવા ફ્રેમવર્કનો હેતુ UPI ઇકોસિસ્ટમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યોરિટી, ટેક્નોલોજી અને ગ્રાહક સેવા જેવી બાબતોમાં સતત રોકાણ માટે આવક ઊભી કરવાનો છે.
સરકારના FAQ અનુસાર UPI પર લાગતો MDR અન્ય પરંપરાગત ડિજિટલ પેમેન્ટ માધ્યમોની સરખામણીમાં ઓછો રાખવામાં આવ્યો છે. ખાસ કરીને નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શનને ચાર્જથી દૂર રાખવામાં આવ્યા છે, જેથી રોજિંદા નાના પેમેન્ટ પર સામાન્ય લોકોને કોઈ વધારાનો બોજ ન પડે.
નવા નિયમમાં ₹2,000 સુધીના Person-to-Merchant એટલે કે P2M UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગશે નહીં. આ કેટેગરીના 95 ટકાથી વધુ UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ₹2,000 સુધીના હોવાનું FAQમાં જણાવાયું છે. એટલે રોજિંદા જીવનમાં થતા મોટા ભાગના નાના UPI પેમેન્ટ અગાઉની જેમ જ સરળતાથી થઈ શકશે.
₹2,000થી વધુના પાત્ર P2M UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાનો MDR લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આ ચાર્જ ગ્રાહક નહીં પરંતુ સંબંધિત વેપારી તરફથી ચૂકવવાનો રહેશે.
ઉદાહરણ તરીકે, કોઈ ગ્રાહક ₹3,000નું પેમેન્ટ UPIથી કરે તો 0.4 ટકા પ્રમાણે MDR ₹12 થાય છે. તેવી જ રીતે ₹50,000ના ટ્રાન્ઝેક્શન પર MDR ₹200 થશે. જોકે મોટા ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ મર્યાદા પણ રાખવામાં આવી છે.
₹75,000 અને તેનાથી વધુના પાત્ર ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા ₹300 રાખવામાં આવી છે. એટલે ₹1 લાખના પેમેન્ટ પર 0.4 ટકા પ્રમાણે ₹400 થવા જોઈએ, પરંતુ વેપારી પાસેથી મહત્તમ ₹300 જ લેવામાં આવશે.
આ વ્યવસ્થાથી મોટા મૂલ્યના ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ માટે પ્રોસેસિંગ ખર્ચ એક નિશ્ચિત મર્યાદામાં રહેશે.
ના. FAQમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ ફ્રી રહેશે. કોઈ વ્યક્તિ પોતાના પરિવારના સભ્યને પૈસા મોકલે, મિત્ર સાથે બિલ શેર કરે અથવા પોતાના એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરે, આવા Person-to-Person એટલે કે P2P ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં.
QR કોડ સ્કેન કરીને દુકાનદારને પેમેન્ટ કરતી વખતે પણ ગ્રાહક પાસેથી અલગથી MDR અથવા પ્લેટફોર્મ ફી વસૂલવાની જોગવાઈ નથી. UPI એપ પ્રોવાઇડર્સને પણ UPI પેમેન્ટ માટે પ્લેટફોર્મ ફી અથવા અન્ય કોઈ ચાર્જ વસૂલવાની મંજૂરી નહીં હોય.
નહીં. નવા ફ્રેમવર્ક મુજબ વેપારી ગ્રાહક પર MDRનો ખર્ચ નાખી શકશે નહીં. એટલે ગ્રાહકે દુકાનમાં વસ્તુ કે સેવા માટે જે કિંમત ચૂકવવાની છે, તે જ કિંમત UPI મારફતે ચૂકવવાની રહેશે.
નવા MDR ફ્રેમવર્કમાં નાના વેપારીઓને ખાસ સુરક્ષા આપવામાં આવી છે. P2PM એટલે Person-to-Person-Merchant કેટેગરી હેઠળ આવતા નાના વેપારીઓ માટે zero MDR ચાલુ રહેશે. FAQ અનુસાર પોતાના બેંક ખાતામાં UPI QR મારફતે દર મહિને ₹1 લાખ સુધીનું કલેક્શન કરનારા પાત્ર નાના વેપારીઓને આ સુરક્ષા મળશે.
આ વ્યવસ્થા ખાસ કરીને નાના દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર્સ અને અસંગઠિત ક્ષેત્રના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. એટલે નાના વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ રાખવું સરળ રહેશે.
માત્ર એક ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ હોવાના કારણે નાના P2PM વેપારી પર MDR લાગશે એવું નથી. MDR લાગુ થવું વેપારીના એકાઉન્ટની કેટેગરી અને તેની પાત્રતા પર આધારિત રહેશે. એટલે exempted P2PM કેટેગરીમાં આવતા નાના વેપારીને ₹2,000થી વધુનું એક પેમેન્ટ મળ્યું હોય તો પણ માત્ર તેના કારણે MDR લાગશે નહીં.
બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ વેપારીના UPI કલેક્શનનું મોનિટરિંગ કરશે. FAQ મુજબ જો કોઈ P2PM વેપારીનું UPI મારફતે inward collection સતત ત્રણ મહિના સુધી દર મહિને ₹1 લાખથી વધુ રહે, તો તેને P2M કેટેગરીમાં ટ્રાન્ઝિશન કરવામાં આવી શકે છે.
હાલના FAQ મુજબ નાના વેપારીઓએ પોતાના હાલના QR કોડ બદલવાની, ફરીથી રજિસ્ટ્રેશન કરવાની કે નવો QR સ્ટેન્ડ લગાવવાની જરૂર નથી. હાલનું UPI QR ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય રીતે કામ કરતું રહેશે.
કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોને સામાન્ય 0.4 ટકા MDRમાંથી અલગ રાખીને flat MDRની જોગવાઈ કરવામાં આવી છે. રેલવે, ટેલિકોમ, વીમા અને ઈંધણ સહિતની કેટલીક કેટેગરીમાં ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે ₹5નો flat MDR લાગુ થશે.
ઉદાહરણ તરીકે, ₹2,000થી વધુનું પેટ્રોલ પેમેન્ટ હોય તો સામાન્ય 0.4 ટકા પ્રમાણે ચાર્જ વસૂલવાને બદલે ₹5નો flat MDR લાગુ થશે. ₹2,000થી નીચેના આવા પેમેન્ટ માટે MDR શૂન્ય રહેશે.
વીજળી, મ્યુનિસિપલ વોટર ચાર્જ અને પાઇપ્ડ નેચરલ ગેસ જેવી જાહેર ઉપયોગિતાની સેવાઓ માટે પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. ₹2,000થી વધુના પેમેન્ટ પર ₹5નો concessional flat MDR લાગશે, જ્યારે ₹2,000 સુધીના ટ્રાન્ઝેક્શન પર MDR નહીં હોય.
શાળા-કોલેજની ટ્યુશન ફી, યુનિવર્સિટીની ફી અને કેટલીક સંસ્થાકીય પરીક્ષા ફી જેવી શૈક્ષણિક ચુકવણીઓને પણ વિશેષ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. ₹2,000 સુધીની શૈક્ષણિક ચુકવણી પર MDR નહીં હોય, જ્યારે તેનાથી વધુ રકમ માટે flat-fee અથવા capped processing structure લાગુ કરવાની જોગવાઈ છે.
કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા પેમેન્ટ માટે અલગ MDR નક્કી કરવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, સ્ટોકબ્રોકર્સ અને ડીલર્સ જેવી કેટેગરીમાં UPI મારફતે થતા પેમેન્ટ પર 0.02 ટકાનો MDR રહેશે, જેમાં મહત્તમ ₹300ની મર્યાદા રાખવામાં આવી છે.
FAQ અનુસાર UPI Mandate અથવા AutoPay દ્વારા થતા recurring payments માટે આ prescribed MDR લાગુ નહીં પડે. એટલે યુટિલિટી બિલ, OTT subscription અને recurring investment જેવી ઓટોમેટિક ચુકવણીઓ માટે આ MDRની જોગવાઈ લાગુ થતી નથી.
FAQમાં જણાવ્યા પ્રમાણે finalized MDR framework અને threshold structure **15 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે**. આ સમયગાળા દરમિયાન બેંકો, પેમેન્ટ એગ્રિગેટર્સ, ફિનટેક કંપનીઓ અને અન્ય સંબંધિત સિસ્ટમ્સને તેમના સોફ્ટવેર તથા બિલિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરવાની તક મળશે.
UPI પર ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ સતત વધતું જાય છે અને આટલી મોટી સિસ્ટમ ચલાવવા માટે સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેંકિંગ ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ફ્રોડ પ્રિવેન્શન અને ટેક્નિકલ સપોર્ટ પાછળ મોટા પાયે ખર્ચ થાય છે. FAQમાં જણાવવામાં આવ્યું છે કે UPI સિસ્ટમના ઓપરેશન, સર્વર બેન્ડવિડ્થ, ફ્રોડ પ્રિવેન્શન અને બેંક ટેક્નિકલ સપોર્ટનો વાર્ષિક ખર્ચ અંદાજે ₹20,000 કરોડ હોવાનું ઉદ્યોગના અંદાજ દર્શાવે છે.
આ કારણે માત્ર સરકારી સબસિડી પર આધાર રાખવાને બદલે લાંબા ગાળે UPI ઇકોસિસ્ટમ માટે વધુ સ્થિર કોમર્શિયલ મોડલ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. MDRમાંથી મળતી આવકનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટેક્નોલોજી અને સાયબર સિક્યોરિટી જેવા ક્ષેત્રોમાં કરવાની વાત FAQમાં કરવામાં આવી છે.
સરળ ભાષામાં સમજીએ તો સામાન્ય UPI યુઝર માટે મોટો ફેરફાર નથી. ₹2,000 સુધીના પેમેન્ટ પર MDR નહીં હોય અને ગ્રાહક પાસેથી UPI માટે સીધો ચાર્જ લેવામાં આવશે નહીં. ₹2,000થી વધુના પાત્ર P2M ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા MDR વેપારી પર લાગશે, જ્યારે ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ₹300ની મર્યાદા રહેશે.
સાથે જ નાના P2PM વેપારીઓ માટે zero-MDR સુરક્ષા, રેલવે-વીમા-ઈંધણ જેવા ક્ષેત્રો માટે ₹5ની flat fee અને કેપિટલ માર્કેટ માટે 0.02 ટકા MDR જેવી અલગ જોગવાઈઓ રાખવામાં આવી છે. એટલે UPI સંપૂર્ણપણે ચાર્જવાળું થઈ રહ્યું છે એવું કહેવું યોગ્ય નથી; ચાર્જની જોગવાઈ મુખ્યત્વે ચોક્કસ વેપારી કેટેગરી અને ટ્રાન્ઝેક્શન માટે છે.
નોંધ: UPI ચાર્જ અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને બદલે નાણાં મંત્રાલય, RBI, NPCI અથવા PIB જેવી સત્તાવાર સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ કરવો.
તમે સરકારને પૈસા આપો છો, પણ ખબર છે આ પૈસા ક્યાં જાય છે?