
UPI Fraud Prevention : જેટલી ઝડપથી ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે તેટલી ઝડપથી સાયબર ક્રાઈમના બનાવો પણ વધી રહ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે સંસદને માહિતી આપી છે કે નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શનના 95,000 થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2020-21માં 77,000 કેસ જોવા મળ્યા હતા. નાણાકીય વર્ષ 2021-22માં આ કેસ વધીને 84,0000 થયો છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે પણ વધુ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો અમે તમને આ અહેવાલમાં કેટલીક ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે તમારી જાતને ઓનલાઈન છેતરપિંડીથી બચાવી શકો.
સરળતથી અનુમાન ન લગાવી શકાય તેવા સ્ક્રીન લૉક, પાસવર્ડ અથવા પિન તમારા ફોનને માત્ર સુરક્ષિત જ રાખતા નથી પરંતુ તમારા નાણાકીય વ્યવહારો અને એપ્સને પણ સુરક્ષિત રાખે છે. આનાથી ખાનગી ડેટા લીક થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. આ કિસ્સામાં હંમેશા ફોનની આ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ.
UPI પિન શેર કરવાથી તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની શકો છો અને તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારો પિન કોઈની સાથે શેર ન કરો. જો તમને શંકા હોય કે કોઈ અન્ય વ્યક્તિએ તમારો PIN ઍક્સેસ કર્યો છે તો તેને તરત જ બદલો.
આજકાલ હેકર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા અને બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે નકલી લિંક્સ મોકલીને અથવા બેંકના નામ પર કૉલ કરીને PIN જેવી વ્યક્તિગત વિગતો મેળવે છે.
આવી સ્થિતિમાં, ભૂલથી પણ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો, ન તો બેંક તરફથી મળેલા કોલ પર તમારી અંગત માહિતી શેર કરો. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે કોઈ પણ બેંક તેના ગ્રાહક પાસેથી કોલ પર વ્યક્તિગત વિગતો માંગતી નથી.
સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ કરવા માટે હંમેશા GPay, Paytm અને PhonePe જેવી વેરિફાઈડ મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો. ભૂલથી પણ પેમેન્ટ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરશો નહીં.
UPI પેમેન્ટ એપને સમય સમય પર અપડેટ કરવાની જરૂર છે, જેથી તમે તમારી એપને લેટેસ્ટ ફીચર સાથે સુરક્ષિત રાખી શકો.