UPCOMING IPO : આવી રહી છે કમાણીની અઢળક તક , ઓગસ્ટના પહલે પખવાડિયામાં 7 કંપનીઓ 20,000 કરોડના IPO લાવશે

|

Jul 30, 2021 | 7:33 AM

વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 28 IPO આવી ચુક્યાછે. આ ઓફર દ્વારા કંપનીઓએ 38 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે.

સમાચાર સાંભળો
UPCOMING IPO : આવી રહી છે કમાણીની અઢળક તક , ઓગસ્ટના પહલે પખવાડિયામાં 7 કંપનીઓ 20,000 કરોડના IPO લાવશે
7 companies are launching IPO in August

Follow us on

કોરોના કાળમાં IPO ની ભરમાર લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી તેજી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેવાનું અનુમાન છે. જો દિવાળીમાં Paytm IPO માં તો તે બાદ ભારતીય જીવન વીમા નિગમ (LIC) છેલ્લા ત્રિમાસિકમાં સૌથી મોટો IPO લાવશે. જોકે 16 ઓગસ્ટ પહેલા 7 કંપનીઓ IPO લાવશે. આ બધા મળીને 15,000 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી શકે છે. ઉપરાંત બાબા રામદેવની રૂચી સોયા ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) દ્વારા રૂ .4,300 કરોડ એકત્ર કરી શકે છે.

એક નજર ઓગસ્ટના પહેલા પખવાડિયામાં આવનાર IPO  ઉપર 

Company IPO Size (in Rs) Date
windlas biotech 700 04-Aug
devyani international 1400 04-Aug
car trade 2000 04-Aug
nuvuco 5000 09-Aug
aptus value 3000 09-Aug
krishna diagnostics 1200 11-Aug
arohan financial services 1600 16-Aug

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વર્ષે 28 IPO આવ્યા છે
વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 28 IPO આવી ચુક્યાછે. આ ઓફર દ્વારા કંપનીઓએ 38 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે. 2017 માં કંપનીઓએ આ માધ્યમથી 67,167 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. રોલેક્સ રિંગ્સનો 29 મો IPO 28 જુલાઈએ ખુલ્યો છે. આ કંપની 731 કરોડ રૂપિયા એકત્ર કરશે. ઓગસ્ટમાં પ્રથમ અંક તરીકે 3 કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશી રહી છે. દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો 4 ઓગસ્ટે આઈપીઓ લોન્ચ કરશે.

રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે
રોકાણકારોના મજબૂત પ્રતિસાદને કારણે કંપનીઓ આ સમયે બજારમાં પ્રવેશી રહી છે. ઝોમાટોએ આ સકારાત્મક બજારમાં વધુ તેજી આપી છે. પહેલા રોકાણકારોનો પ્રતિસાદ અને પછી લિસ્ટિંગથી આઈપીઓ બજાર આકર્ષક બન્યું છે. હાલમાં તેનો શેર રૂ 146 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીઓ આઈપીઓ ત્યારે લાવે છે જ્યારે તેમને લાગે છે કે બજારનો સેન્ટિમેન્ટ અને રોકાણકારોનો મૂડ સકારાત્મક છે.

જુલાઈમાં 4 કંપનીઓએ 12,385 કરોડ એકત્ર કર્યા
જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 4 કંપનીઓએ બજારમાંથી 12,385 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 1,513 કરોડ રૂપિયાનો ગ્લેનમાર્ક ઇશ્યૂ મંગળવારે ખુલ્યો અને ગુરુવારે બંધ થશે. જ્યારે રોલેક્સ બુધવારે ખુલ્યો છે અને આજે શુક્રવારે બંધ થશે. આ કંપની 731 કરોડ રૂપિયા ઉભી કરશે. એટલે કે જુલાઈ મહિનામાં તે કુલ 6 ઇસ્યુ દ્વારા 14,629 કરોડ રૂપિયા એકત્ર કરશે. બાબા રામદેવની રૂચી સોયા એફપીઓ દ્વારા રૂ 4,300 કરોડ એકત્ર કરશે.

Published On - 7:32 am, Fri, 30 July 21

Next Article