ATM સ્થાપિત કરતી બે કંપનીઓને કરોડોનો દંડ ફટકારાયો, RBIએ આ કારણસર કરી કાર્યવાહી

|

Nov 26, 2021 | 8:09 AM

નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. RBIએ એક નિવેદનમાં આ બંને કંપનીઓ પર દંડ લગાવવાની માહિતી આપી હતી. તદનુસાર તેણે TCPSL પર 2 કરોડ રૂપિયા અને ATPL પર 54.93 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

ATM સ્થાપિત કરતી બે કંપનીઓને કરોડોનો દંડ ફટકારાયો, RBIએ આ કારણસર કરી કાર્યવાહી
Reserve Bank of India - RBI

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેદરકારી બદલ ATM સ્થાપિત કરતી બે કંપનીઓને ભારે દંડ ફટકાર્યો છે. ટાટા કોમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ (TCPSL) અને Apnit Technologies Private Limited (ATPL) ને નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. RBIએ એક નિવેદનમાં આ બંને કંપનીઓ પર દંડ લગાવવાની માહિતી આપી હતી. તદનુસાર તેણે TCPSL પર 2 કરોડ રૂપિયા અને ATPL પર 54.93 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ સાથે મહારાષ્ટ્રમાં મલકાપુર અર્બન કો-ઓપ બેંક(Malkapur Urban Co-op Bank)ની કથળતી નાણાકીય સ્થિતિને કારણે તેના પર ઉપાડ મર્યાદા સહિત ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે કહ્યું કે હવે મલકાપુર અર્બન કોઓપરેટિવ બેંકના ગ્રાહકો તેમના તમામ ખાતામાંથી માત્ર 10,000 રૂપિયા જ ઉપાડી શકશે.

વ્હાઇટ લેબલ એટીએમ અને નેટવર્થ ઇન્સ્ટોલ કરવા માટેની સૂચનાઓનું પાલન કર્યું ન હતું. કેન્દ્રીય બેંકે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે TCPSL એ વ્હાઇટ લેબલ એટીએમ અને નેટવર્થ ઇન્સ્ટોલ કરવા સંબંધિત સૂચનાઓનું પાલન કર્યું નથી. ATPL એ એસ્ક્રો એકાઉન્ટ્સમાં બેલેન્સ અને નેટવર્થ સંબંધિત જોગવાઈઓનું પાલન કર્યું નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બંને કંપનીઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી.
આરબીઆઈએ આ બે કંપનીઓને નોટિસ પણ મોકલી હતી જેણે વ્યાપારી સંસ્થાઓમાં ચુકવણી માટે PSO મશીનો લગાવ્યા હતા. તેમની પાસેથી મળેલા જવાબની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય બેંકે તેમના પર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે.

નિયમોનું પાલન થયું નથી
આરબીઆઈએ કહ્યું કે આ બંને PSO પ્રદાતાઓ પર દંડ લાદવાનું કારણ નિયમોનું પાલન ન કરવાનું છે અને તેનો તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા વ્યવહારોની માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી.

મુલામુત્તિલ ફાઇનાન્સિયર્સ લિમિટેડને પણ 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
અન્ય એક નિવેદનમાં આરબીઆઈએ કેરળ સ્થિત કંપની મુલામુત્તિલ ફાઈનાન્સિયર્સ લિમિટેડ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવવાની પણ માહિતી આપી છે. તે નોન-પરફોર્મિંગ એસેટ્સના વર્ગીકરણ માટેના ધોરણોનું પાલન ન કરવા બદલ દોષિત જણાયા છે.

 

આ પણ વાંચો : કામની વાત : જૂના ATM કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં નવું કાર્ડ ઘરે નથી પહોંચતું, તો શું કરવું ? SBIએ આપી જાણકારી

આ પણ વાંચો : Mutual Fund ના રોકાણકારો માટે અગત્યના સમાચાર : જો તમે ડિવિડન્ડથી કમાણી કરો છો, તો હવે તમારે ચૂકવવો પડશે ટેક્સ

Next Article