દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક છે ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્ક અને હાલ તે ટ્વિટર (Twitter)ના કારણે ચર્ચામાં છે. ચર્ચાએ જોર પકડ્યુ છે કે એલોન મસ્ક ટ્વિટર ખરીદવા જઇ રહ્યા છે. અહેવાલ છે કે Twitter Inc એ એલોન મસ્કની $43 બિલિયન ઓફર પર પુનર્વિચાર કરવાનું શરૂ કર્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, રવિવારે બિડને લઈને બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી. ત્યારથી, ચર્ચા વેગ પકડી રહી છે કે શું ટ્વિટર હવે એલોન મસ્ક (Elon Musk)નું થઇ જશે ? મસ્કે ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે તેમની પાસે 46.5 બિલિયન ડોલરનું ફાઇનાન્સિંગ છે.
એલોન મસ્ક ટ્વિટર ઇન્ક ખરીદવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે. મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર ચૂકવવાની ઓફર કરી છે. તે મુજબ, કંપનીનું મૂલ્ય લગભગ 43 બિલિયન ડોલર છે. ઈલોન મસ્ક ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદી ચૂક્યા છે. તેની ઓફર સાથે, તેણે ટ્વિટરને પણ ચેતવણી આપી છે કે જો તેની ઓફર સ્વીકારવામાં નહીં આવે, તો તે કંપનીમાં તેના રોકાણ પર નવેસરથી વિચાર કરી શકે છે.
એલોન મસ્ક પાસે 46.5 બિલિયન ડોલર ફાઇનાન્સ છે જે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને ખરીદવા માટે તૈયાર છે. મસ્કે ગુરુવારે માહિતી આપી હતી કે તે ટ્વિટર સાથે સોદા માટે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્કે ગયા અઠવાડિયે ટ્વિટરને પ્રતિ શેર 54.20 ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી. આ રકમ લગભગ 43 બિલિયન ડોલર જેટલી થાય છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ મસ્કે યુએસ માર્કેટ રેગ્યુલેટરને સબમિટ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરના તમામ શેર $54.20 રોકડમાં ખરીદવા માટે બિડ પ્રસ્તાવની વિચારણા ચાલી રહી છે.
મસ્કે લગભગ બે અઠવાડિયા પહેલા ટ્વિટરમાં તેના હિસ્સાની ખરીદીનો ખુલાસો કર્યો હતો. ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદીને તે સૌથી મોટો હિસ્સેદાર બન્યો. ત્યારથી, ટ્વિટર અને મસ્ક વચ્ચે ઘણી ટક્કર થઈ રહી છે. થોડા સમય પહેલા ટ્વિટરે દાવો કર્યો હતો કે એલોન મસ્ક કંપનીના બોર્ડનો ભાગ બની શકે છે. જોકે, આ ઓફર મસ્ક દ્વારા ઠુકરાવી દેવામાં આવી હતી. ત્યારથી, અટકળોનું બજાર ગરમ હતું કે મસ્ક બળજબરીથી કંપની હસ્તગત કરી શકે છે.
આ પણ વાંચો :Rajkot: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત 6થી 7 શખ્સોએ હુમલો કર્યો
આ પણ વાંચો :Plastic Use : જો તમારા ઘરમાં પણ પ્લાસ્ટિકનો વધુ પડતો વપરાશ થઇ રહ્યો હોય તો આ આર્ટિકલ જરૂર વાંચજો