ટૂંકાગાળાનું રોકાણ કરવા વિચારી રહ્યા છો તો આ શેર તરફ કરો નજર, સારો નફો કમાવાની છે તક

જો આપ ટૂંકાગાળાનું રોકાણ કરવા માંગો છો તો આ પાંચ શેર આપને સારો નફો અપાવી શકે છે. સારા પ્રદર્શન અને મંદીના સમયમાં પણ ગ્રીન ઝોન તરફ કૂચ કરતા શેર ધ્યાન ખેંચી રહ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   1. RILમાં હાલ જોરદાર તેજી જોવા મળી […]

ટૂંકાગાળાનું રોકાણ કરવા વિચારી રહ્યા છો તો આ શેર તરફ કરો નજર, સારો નફો કમાવાની છે તક
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:31 PM

જો આપ ટૂંકાગાળાનું રોકાણ કરવા માંગો છો તો આ પાંચ શેર આપને સારો નફો અપાવી શકે છે. સારા પ્રદર્શન અને મંદીના સમયમાં પણ ગ્રીન ઝોન તરફ કૂચ કરતા શેર ધ્યાન ખેંચી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. RILમાં હાલ જોરદાર તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ સૌથી વધુ માર્કેટ વેલ્યૂ ધરાવતી કંપની છે. આ સ્ટોકમાં સ્ટોપ લોસ રાખી 2500ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ટૂંકાગાળા માટે રોકાણ કરી શકાય.

2. Adani Gasમાં નિષ્ણાતો 225ના ટાર્ગેટ પ્રાઈસ સાથે આ શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે.  1 સપ્ટેમ્બરે 177 રૂપિયા નોંધાયેલો શેર રૂપિયા 200થી ઉપર સુધારા તરફી ચાલ દર્શાવી સારો નફો અપાવે તેમ લાગી રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3.Tata Motorsના શેરને 227 રુપિયાના ટાર્ગેટ સાથે ખરીદવા ભલામણ કરાઈ છે. હાલ આ શેર 140-150ની રેન્જમાં ચાલી રહ્યો છે.

4. JK Lakshmi Cementમાં તજજ્ઞો અનુસાર રુ. 370ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા લાયક શેર ગણવામાં આવ્યો છે. આ મિડ કેપ કંપનીએ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં 911.54 કરોડનું વેચાણ અને 50 કરોડનો નફો દર્શાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

5. Hero MotoCorpમાં રુ. 3000ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે યોગ્ય ગણવામાં આવી રહ્યો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં 56.38 કરોડનો નફો નોંધાવ્યો હતો.

(નોંધ :- અહેવાલ માત્ર માહિતી રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લેવી)

Published On - 5:03 pm, Tue, 15 September 20