ટ્રેનમાં મુસાફરીના પ્લાન સાથે કન્ફર્મ ટિકિટ મેળવવાનો પડકાર ઉભો રહે છે. આપણે ઘણીવાર વેઇટિંગ સાથે ટિકિટ બુક કરાવી કન્ફર્મ થવાની આશા રાખીએ છે. વેઇટિંગ લિસ્ટ સાથે બુક કરવામાં આવેલી કેટલીક ટ્રેન ટિકિટ કન્ફર્મ અને કેન્સલ થવાની બન્ને તરફની શક્યતાઓ રહે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને રેલવે તમારી વેઇટિંગ લિસ્ટ ટ્રેનની ટિકિટ કન્ફર્મ અથવા કેન્સલ કરે છે. જો તમે પણ ચાર્ટ તૈયાર કરતા પહેલા જાણવા માગો છો કે તમારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં? તો તમારે વેઇટિંગ ટિકિટ પર લખેલા કેટલાક કોડને ધ્યાનથી જોવા જોઈએ.
જો તમને RAC ટિકિટ આપવામાં આવી છે તો તેનો અર્થ એ છે કે ટિકિટ કન્ફર્મ ન હોય તો પણ તમે મુસાફરી કરી શકો છો. પરંતુ આમાં એક બર્થ બે લોકોમાં વહેંચાયેલી છે. જેનો અર્થ છે કે તમને બેસવાની જગ્યા મળશે પરંતુ શાંતિથી સૂવાની જગ્યા નહીં મળે. RAC ટિકિટો કન્ફર્મ થવાની શક્યતા સૌથી વધુ રહે છે.
વેઇટિંગ લિસ્ટમાં સૌથી સામાન્ય કોડ GNWL છે. તેનો અર્થ જનરલ વેઇટિંગ લિસ્ટ થાય છે. આ ટિકિટ તે સ્ટેશન માટે આપવામાં આવે છે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે. GNWL ની કન્ફર્મ થવાની સૌથી વધુ તકો છે કારણ કે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે ત્યાંથી મહત્તમ સંખ્યામાં બર્થ ઉપલબ્ધ છે.
RLWL ટિકિટ એટલે રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ મળી છે. મુસાફરોને આ વેઇટિંગ ટિકિટ આપવામાં આવે છે જ્યારે પહેલા અને છેલ્લા સ્ટેશનને બાદ કરતાં નજીકના કોઈપણ બે સ્ટેશન માટે ટિકિટ બુક કરવામાં આવે છે. GNWL ની સરખામણીમાં આ ટિકિટોની કન્ફર્મ થવાની શક્યતા થોડી ઓછી છે કારણ કે સામાન્ય રીતે મધ્યવર્તી સ્ટેશનો માટે કોઈ ક્વોટા રહેતા નથી.
મધ્યવર્તી સ્ટેશનો પર લાંબા અંતરની ટ્રેનમાં સવાર થતા મુસાફરોને પૂલ્ડ ક્વોટા વેઇટિંગ લિસ્ટ (PQWL) આપવામાં આવે છે. આ ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
તત્કાલ ક્વોટા વેઇટિંગ લિસ્ટ (TQWL) નામ સૂચવે છે તેમ જેઓને તત્કાલ બુકિંગમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી તેમને આપવામાં આવે છે. આવી ટિકિટ કન્ફર્મ થવાની આશા ઓછી છે કારણ કે રેલવે પાસે તેના માટે અલગ ક્વોટા નથી અને મુસાફરોની ટિકિટ કેન્સલ થવાની આશા ઓછી છે.
RSWL કોડનો અર્થ રોડ સાઈડ સ્ટેશન વેઈટિંગ લિસ્ટ છે. જ્યારે ટ્રેનના શરુઆતના સ્ટેશનથી તેની નજીકના સ્ટેશનો સુધી ટિકિટ બુક કરવામાં આવે છે ત્યારે તે ટિકિટ પર RSWL કોડ લખવામાં આવે છે. આવી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…