સરકારે આજે ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોને મોટી રાહત આપી છે. સરકારે ટૂર ઓપરેટરોને (domestic tour operators) ભારતની મુલાકાત લેતા NRI પાસેથી વિદેશી દેશો માટેના ટૂર પેકેજ બુક કરવા પર ટેક્સ વસૂલવામાંથી મુક્તિ આપી છે. નિયમો અનુસાર, ડોમેસ્ટિક ટૂર ઓપરેટરોએ વિદેશોના ટૂર પેકેજ બુક કરવા પર 5 ટકા TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (tax collected at source ) લેવાનો હોય છે. જો કે, NRI પાસેથી આ ટેક્સ વસૂલવામાં ઘણી સમસ્યાઓને કારણે, ઈન્ડસ્ટ્રી ટેક્સ પાછો ખેંચવાની માંગ કરી રહી હતી. ટેક્સ અને સંબંધિત સમસ્યાઓને કારણે ટૂર ઓપરેટરો માટે NRI ગ્રાહકોને ટૂર પેકેજના વેચાણને અસર થઈ રહી છે. ઈન્ડસ્ટ્રીની માંગ પર ટેક્સ મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રવાસન ક્ષેત્રના મતે સરકારનો આ નિર્ણય સમગ્ર સેક્ટર માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. સેક્ટરના મતે ટેક્સ ડિમાન્ડ દૂર થવાથી ભારતમાંથી વિદેશી પેકેજનું વેચાણ વધી શકે છે. કારણ કે હવે વિદેશથી આવતા લોકોને કોઈપણ વધારાની રકમ વિના અન્ય દેશો માટે ટૂર પેકેજ ઓફર કરી શકાશે. કોવિડને કારણે જે સેક્ટરને સૌથી વધુ ફટકો પડ્યો તે પણ પર્યટન ક્ષેત્ર હતું. લોકોની અવરજવર પર પ્રતિબંધથી ધંધા પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. આ ક્ષેત્ર દેશમાં રોજગારીનો મોટો સ્ત્રોત છે. તે દેશના ઘણા ભાગોમાં આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
આવી સ્થિતિમાં સરકાર પણ આ સેક્ટરને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ અને ટૂર પેકેજો પર ટેક્સેશનનો નિર્ણય લેવામાં આવ્યા બાદ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ક્ષેત્રને ઝડપી રીકવરીમાં મદદ મળશે.
આ પણ વાંચો : ફડચામાં ગયેલી PMC બેંકના થાપણદારોને પૈસા પાછા મળ્યા, 8.5 લાખ ખાતાધારકોને 3800 કરોડ રૂપિયા મળ્યા