ટોરેન્ટ પાવર અને રિન્યુ એનર્જી વચ્ચે થઈ શકે છે મોટી ડીલ, 1.2 બિલિયન ડોલર ખર્ચ કરી શકે છે કંપની

|

Jan 02, 2023 | 4:44 PM

ટોરેન્ટ પાવર એક ઈન્ટીગ્રેટેડ પાવર યુટિલિટી કંપની છે. આ કંપની ટોરેન્ટ ગ્રુપની માલિકીની છે અને તેની આવક આશરે 20,500 કરોડ રૂપિયા છે. હાલમાં કંપની લગભગ 4.1 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે.

ટોરેન્ટ પાવર અને રિન્યુ એનર્જી વચ્ચે થઈ શકે છે મોટી ડીલ, 1.2 બિલિયન ડોલર ખર્ચ કરી શકે છે કંપની
Torrent Power
Image Credit source: File Photo

Follow us on

અમદાવાદ સ્થિત ઉર્જા કંપની ટોરેન્ટ પાવર ReNew Energy Global PLCની 1.1 GW ની કુલ ક્ષમતા વાળી ક્લીન એનર્જી ઈનીશિએટિવને ખરીદે તેવી શક્યતા છે.કંપની આ ડીલ 1.2 બિલિયન ડોલરમાં કરવા માટે વાતચીત કરી રહી છે.તેણે રિન્યુની ફોટોવોલ્ટેઇક અને વિન્ડ એનર્જી કંપનીઓ માટે 450 મિલિયન ડોલરની બિડ લગાવી છે.જેની ક્ષમતા અનુક્રમે 350 મેગાવોટ અને 750 મેગાવોટ છે.મિન્ટના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે જો કે ટીવી નાઈન તેની પુષ્ટિ કરતું નથી.

વેલ્યુએશન પર ચાલી રહી છે વાતચીત

સૂત્રોના જણાવ્યા અનુસાર રિન્યુએ આ ટ્રાન્ઝેક્શન માટે કોઈ નાણાકીય સંસ્થાની નિમણૂક કરી નથી. વેલ્યુએશન માટે ટોરેન્ટ અને રિન્યુ વચ્ચે વાતચીત ચાલી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં મનીકંટ્રોલે અહેવાલ આપ્યો હતો કે ટોરેન્ટ પાવર યુએસ સ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સના ભારતીય રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મ વેક્ટર ગ્રીન એનર્જી ખરીદવાની રેસમાં છે.

ઘણી મોટી ડીલ કરી ચૂકી છે ટોરેન્ટ પાવર

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ટોરેન્ટ પાવરે બ્લુ ડાયમંડ પ્રોપર્ટીઝ પ્રા.લિ. અને બલરામપુર ચીની મિલ્સ લિ. 163 કરોડ રૂપિયામાં વિઝ્યુઅલ પરફેક્ટ સોલર પ્રોજેક્ટ્સ પ્રા.લિ.માં 100% હિસ્સો ખરીદવા માટે શેર ખરીદી કરાર કર્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

માર્ચમાં કંપનીએ દાદર નગર હવેલી અને દમણ અને દીવ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિ.ને હસ્તગત કરી હતી. જેમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો હતો એક મહિના પછી કંપનીએ કહ્યું કે તેણે તેલંગાણામાં 50 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ ખરીદવા માટે સ્કાયપાવર ગ્રૂપ સાથે કરાર કર્યો છે.

જુલાઈમાં ટોરેન્ટ પાવરે વિન્ડ ટુ રીએનર્જી પ્રાઈવેટ લિમિટેડને આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસ પાસેથી રૂ. 32.51 કરોડમાં હસ્તગત કરી હતી. લિ. (WTRPL) એ 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો. BSE સાથેની ફાઇલિંગ અનુસાર, કંપનીએ WTRPLના 3,25,10,000 ઇક્વિટી શેર્સ 10 રૂપિયાની ફેસ વેલ્યુએ ખરીદ્યા હતા.

ટોરેન્ટ પાવર વિશે જાણો

જણાવી દઈએ કે ટોરેન્ટ પાવર એક ઈન્ટીગ્રેટેડ પાવર યુટિલિટી કંપની છે. આ કંપની ટોરેન્ટ ગ્રુપની માલિકીની છે અને તેની આવક આશરે 20,500 કરોડ રૂપિયા છે. હાલમાં કંપની લગભગ 4.1 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આમાંની મોટાભાગની ક્લીન એનર્જી છે,જેમાં 2.7 ગીગાવોટ ગેસમાંથી અને 1 ગીગાવોટ રિન્યુએબલ સ્ત્રોતોમાંથી મળે છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 481.65 કરોડ રૂપિયા હતો, જે લગભગ 31.11% નો વધારો દર્શાવે છે. કુલ વેચાણમાં પણ 83.77% ની જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કુલ વેચાણ 6,703.15 કરોડ રૂપિયાની આસપાસ હતું.

Next Article