
દેશની મોંઘવારી(inflation)થી સામાન્ય જનતાની સાથે સાથે ખાસ લોકો પણ પરેશાન થઈ ગયા છે. મોટાભાગના બજારોમાં ટામેટાં મોંઘા(Tomato Price Hike) થઈ ગયા છે. ગુજરાતમાં હોલસેલ બજારમાં 95 થી 120 અને રિટેઇલમાં 180 થી 250 અને 300 રૂપિયા કિલો સુધી ભાવ સાંભળવા મળ્યા છે.માત્ર ટામેટાજ નહીં પણ મોટાભાગના લીલા શાકભાજીના વધતા ભાવ મોટાભાગના લોકોને રડાવી રહ્યા છે
કઠોળ, ચોખા અને મસાલાથી માંડીને રાજમરા સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. દેશભરમાં લીલા શાકભાજી મોંઘા થયા છે. ભીંડા, કારેલા, શિમલા મરચા, બટાકા, ગાજર અને કોબીજ સહિત લગભગ તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
મળતી માહિતી મુજબ ચંદીગઢમાં સૌથી મોંઘા ટામેટા વેચાઈ રહ્યા છે. અહીં એક કિલો ટામેટાની કિંમત 350 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ગાઝિયાબાદમાં પણ ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો પહાડી રાજ્યોમાં વરસાદની મોસમ આમ જ ચાલુ રહેશે તો લીલા શાકભાજી મોંઘા થઈ જશે. ટામેટાનો ભાવ 500 સુધી જવાનો અંદાજ નકારાઈ રહ્યો નથી. એક ઈ કોમર્સ સાઈટ અનુસાર એક કંપની 100% Natural Premium Kashmiri Mamra Almonds ને 500 રૂપિયા કિલોના ભાવે વેચે છે ત્યારે ટામેટા આ કિંમતે પહોંચે તો ડ્રાયફ્રુટના ભાવ ટામેટા સામે સરખા થયા છે.
નેશનલ કોમોડિટી મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ સંજય ગુપ્તાએ આગાહી કરી છે કે ટામેટાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આગામી બે મહિના સુધી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની નથી. સંજય ગુપ્તા કહે છે કે વરસાદને કારણે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટામેટાંનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે ટામેટાના ઉત્પાદનને અસર થઈ હતી અને તેના ભાવમાં વધારો થયો હતો. હાલમાં, ટૂંક સમયમાં ગમે ત્યારે ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.
જો કે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સરકાર પોતે પણ ઓછા ભાવે ટામેટાં વેચી રહી છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારથી દિલ્હી-એનસીઆરમાં 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું છે. આવી સ્થિતિમાં ટામેટાં ખરીદવા માટે મોબાઈલ વાન બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે એક મહિના પહેલા ટામેટાં ઘણા સસ્તા હતા. વેપારીઓ ખેડૂતો પાસેથી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદતા હતા. તે જ સમયે, છૂટક બજારમાં ટામેટાં 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા.
Published On - 10:25 am, Sat, 15 July 23