આજે BSE નો 147 મોં સ્થાપના દિવસ, એશિયાનું પહેલું અને સૌથી ઝડપી એક્સચેન્જ લાખો લોકોની કિસ્મત પલ્ટી ચૂક્યું છે, જાણો BSE અંગે રસપ્રદ માહિતી

બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ની સ્થાપના 9 જુલાઈ 1875 ના રોજ થઈ હતી. આજે તેને 147 વર્ષ પૂરા થયા છે. એશિયામાં પ્રથમ અને સૌથી ઝડપી સ્ટોક એક્સચેંજ છે. આશિષકુમાર ચૌહાણ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર છે.

આજે BSE નો 147 મોં સ્થાપના દિવસ, એશિયાનું પહેલું અને સૌથી ઝડપી એક્સચેન્જ લાખો લોકોની કિસ્મત પલ્ટી ચૂક્યું છે, જાણો BSE  અંગે રસપ્રદ માહિતી
Bombay Stock Exchange - BSE
| Edited By: | Updated on: Jul 09, 2021 | 8:31 AM

BSE નો આજે 147 મોં સ્થાપના દિવસ(BSE 147th foundation day) છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (Bombay stock exchange – BSE) જે હવે BSE Limited તરીકે ઓળખાય છે તે સમગ્ર એશિયામાં સૌથી જૂનું સ્ટોક એક્સચેંજ છે. મુંબઈના ફિરોઝ જીજીભોય ટાવર્સ દલાલ સ્ટ્રીટ લાખો લોકોની કિસ્મત પલ્ટી ચૂક્યું છે અને વિશ્વની સંખ્યાબંધ કંપનીઓ તેમાં લિસ્ટેડ છે.

ઇક્વિટી માર્કેટ કેપિટલાઇઝેશન ૩ ડોલર
ડિસેમ્બર ૨૦૧૧ સુધીમાં લિસ્ટેડ કંપનીઓના ઇક્વિટી માર્કેટ કેપિટલાઇઝેશનનો અંદાજ એક ટ્રિલિયન યુએસ ડોલર હતો જેતે સમયે તેને વિશ્વનો ચૌદમો સૌથી મોટો સ્ટોક એક્સચેંજ બનાવ્યો. એક્સચેન્જના ઈન્ડેક્સને બીએસઈ સેન્સેક્સ અથવા BSE 30′ તરીકે ઓળખવામાં આવે છે. સેન્સેક્સ ભારત અને એશિયામાં ટ્રેડિંગ વોલ્યુમનો ઉલ્લેખ કરતી વખતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં લેવાતો શબ્દ છે.

 

 

૯ જુલાઈ ૧૮૭૫ માં સ્થાપના થઇ હતી
બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ની સ્થાપના 9 જુલાઈ 1875 ના રોજ થઈ હતી. આજે તેને 147 વર્ષ પૂરા થયા છે. 1875 માં સ્થપાયેલ બીએસઈ (અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેંજ લિમિટેડ તરીકે ઓળખાતું હતું ) એશિયામાં પ્રથમ અને સૌથી ઝડપી સ્ટોક એક્સચેંજ છે. આશિષકુમાર ચૌહાણ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર છે.

કોર્પોરેટ ક્ષેત્રના વિકાસમાં મહત્વનો ફાળો
છેલ્લા 147 વર્ષોમાં બીએસઇએ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના વિકાસને સંગમ બનાવવા એક કાર્યક્ષમ મૂડી એકત્રિત કરવા માટેનું પ્લેટફોર્મ પ્રદાન કરવાની સુવિધા આપી છે. આજના BSENI 1875 માં “ધી નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન” તરીકે સ્થાપના કરવામાં આવી હતી. આજે બીએસઈ ઇક્વિટીઝ, કરન્સી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેરિવેટિવ્ઝના વેપાર માટે એક કાર્યક્ષમ અને પારદર્શક બજાર પ્રદાન કરે છે.

અમદાવાદ સ્થિત India INX દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ
અમદાવાદની ગિફ્ટ સીટી સ્થિત ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ આઇએફએસસીમાં બીએસઈની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. બીએસઈ એ ભારતમાં પ્રથમ લિસ્ટેડ સ્ટોક એક્સચેંજ પણ છે. બીએસઈ જોખમ સંચાલન, માર્કેટ ડેટા સેવાઓ અને મૂડી બજારોના સહભાગીઓને શિક્ષણ સહિત અન્ય ઘણી સેવાઓ પૂરી પાડે છે. તેની વૈશ્વિક પહોંચ અને વિશ્વવ્યાપી ગ્રાહકો સાથે દેશવ્યાપી હાજરી નોંધાવી રહ્યું છે.બીએસઈ સિસ્ટમ અને પ્રક્રિયાઓ બજારની અખંડિતતાના રક્ષણ માટે, ભારતીય મૂડી બજારના વિકાસને પ્રોત્સાહન આપવા અને બજારના તમામ ક્ષેત્રોમાં નવીનતા અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.

BSE લિમિટેડ NSE ઉપર લિસ્ટેડ છે
આપને આશ્ચર્ય લાગશે પણ BSE લિમિટેડ એ એક પબ્લિક લિમિટેડ કંપની પણ છે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ છે. આનો મતલબ એ થાય છે કે તમે NSE ઉપર BSE ના શેર ખરીદી કે વેચી શકો છો. ૮ જુલાઈએ શેરનો બંધ ભાવ 974.95 રૂપિયા હતો. સ્ટોક 1,008 રૂપિયાની સર્વોચ્ચ સપાટી દર્જ કરી ચુક્યો છે.

Published On - 7:59 am, Fri, 9 July 21