હર્ષદ મહેતા(Harshad Mehta)એ કોઈ કૌભાંડ નહીં પણ મહાકૌભાંડ (1992 Indian stock market scam)આચર્યુંહતું. RBI ના અંદાજ મુજબ આ કૌભાંડ આશરે રૂપિયા 4025 કરોડનું હતું. એક સાધારણ પરિવારમાં જન્મેલા હર્ષદ શાંતિલાલ મહેતા કેવી રીતે દલાલ સ્ટ્રીટના ‘બિગ બુલ’ (Big Bull)બન્યા?
80-90ના દાયકામાં દલાલ સ્ટ્રીટ પર હર્ષદ મહેતાની છાપ સુપરસ્ટારથી ઓછી ન હતી. લક્ઝરી વાહનોનો કાફલો અને મુલાકાતીઓનો ધસારો એ હર્ષદ મહેતાની ઓળખ હતી. હર્ષદ મહેતાની કામ કરવાની પદ્ધતિ શું હતી તેમાં કોઈને રસ કે ધ્યાન ન હતું. હર્ષદની ચતુરાઈનો અંદાજ એ ઉપરથી આવે છે કે ACC કંપનીનો જે શેર હર્ષદ મહેતાએ રૂપિયા 200માં ખરીદ્યો હતો તે થોડા દિવસોમાં 9000 સુધી પહોંચી ગયો હતો.
હર્ષદ મહેતાના આ કૌભાંડની સૌથી મોટી ફોર્મ્યુલા બેંકમાંથી 15 દિવસની લોન હતી જે કાગળ પર શક્ય ન હતી. કોઈ બેંક 15 દિવસ સુધી લોન આપતી નથી. પરંતુ હર્ષદ મહેતાના કિસ્સામાં આ બાબત સામાન્ય હતી. મતલબ કે હર્ષદ મહેતા પાસે ક્યારેય સ્ટોક ખરીદવા અને વેચવા માટે પૈસાની કમી નહોતી. હકીકતમાં હર્ષદ મહેતા બેંકિંગ સિસ્ટમના તે ખિસ્સાને જાણતા હતા જ્યાં તેમણે મજબૂત સેટિંગ્સ બનાવીને પોતાનો પ્રવેશ કર્યો હતો.જ્યારે પણ બેંકોને રોકડની જરૂર હોય ત્યારે તેઓ તેમના સરકારી બોન્ડ અન્ય બેંકમાં ગીરવે મૂકીને નાણાં લેતા હતા. જ્યારે વાસ્તવમાં કોઈ બોન્ડ ટ્રાન્ઝેક્શન થતું નથી. કામ રસીદના આધારે અને આ બધું વચેટિયાઓ દ્વારા થતું હતું.
આ મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી. સીબીઆઈએ હર્ષદ મહેતા અને તેના બે ભાઈ અશ્વિન અને સુધીરની પણ ધરપકડ કરી હતી. તેમની સામે 72 ફોજદારી કેસ અને 600 થી વધુ સિવિલ કેસ નોંધાયા હતા. દરમિયાન હર્ષદ મહેતાએ પ્રેસ કોન્ફરન્સમાં આવા દાવા કર્યા જેણે ભારતના અર્થતંત્રના દિગ્ગ્જ્જો અને રાજકારણને હ્ચમચાવ્યું હતું. હર્ષદ મહેતાએ કહ્યું કે તેણે તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને 1 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
જ્યારે હર્ષદ મહેતા કૌભાંડ પ્રકાશમાં આવ્યું તેની સાથે તેમના જીવન પર ફિલ્મો અને વેબ સિરીઝ પણ આવી હતી. વર્ષ 2020 માં હર્ષદ મહેતાના જીવન પર આધારિત એક વેબ સિરીઝ પ્રસારિત કરવામાં આવી હતી જેનું નામ હતું 1992 સ્કેમ – ધ હર્ષદ મહેતા હતું જેણે આખા મુદ્દાને ફરી જીવંત કર્યો છે.