JINDAL GROUP ના આ સ્ટોકે 15 મહિનામાં 2700 ટકા રિટર્ન આપ્યું, ખોટ કરતી કંપનીના શેરમાં ઉછાળા પાછળ શું છે કારણ?

|

Sep 14, 2021 | 8:58 AM

આ સ્ટોકની માંગનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 37 સત્રોમાં તે 36 વાર 5 ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયો છે. આ જ કારણ છે કે છેલ્લા એક મહિનામાં તેની કિંમત લગભગ ત્રણ ગણી વધી છે.

સમાચાર સાંભળો
JINDAL GROUP ના આ સ્ટોકે 15 મહિનામાં 2700 ટકા રિટર્ન આપ્યું, ખોટ કરતી કંપનીના શેરમાં ઉછાળા પાછળ શું છે કારણ?
Demat - Trading Account KYC

Follow us on

જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (JSPL) અને જિંદાલ સ્ટેનલેસ (Jindal Stainless) ના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યા છે પરંતુ ઓપી જિંદાલ ગ્રુપ(OP Jindal Group)ની એક કંપનીએ છેલ્લા 15 મહિનામાં 2700 ટકા રિટર્ન આપ્યું છે. અમે  JITF Infralogistics ની વાત કરી રહ્યા છીએ. ગયા વર્ષે મે મહિનામાં આ સ્ટોક ઓલ ટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો પરંતુ ત્યાર બાદ તેણે મજબૂત પ્રદર્શનથી રોકાણકારોને મોટું વળતર આપ્યું છે.

આ સ્ટોકની માંગનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 37 સત્રોમાં તે 36 વાર 5 ટકાની અપર સર્કિટને સ્પર્શી ગયો છે. આ જ કારણ છે કે છેલ્લા એક મહિનામાં તેની કિંમત લગભગ ત્રણ ગણી વધી છે. કંપની રેલ ફ્રેઇટ વેગન, વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેડિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. જો કે કંપની સતત ખોટ કરતી રહી છે. જૂન ક્વાર્ટરમાં તેને 41 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનું નુકસાન 43 કરોડ રૂપિયા હતું.

નુકશાન છતાં શેર કેમ વધી રહ્યો છે?
કંપનીનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2021 માં તેનું નુકસાન 151 કરોડ રૂપિયા થઈ શકે છે. તેની 18 પેટાકંપનીઓમાંથી 14 ને આ સમયગાળા દરમિયાન નુકસાન થયું છે. કંપનીના 9 સંયુક્ત સાહસોમાંથી 6 નુકસાનમાં હતા. નાણાકીય મોરચે નબળું પ્રદર્શન હોવા છતાં મેનેજમેન્ટ કંપનીને પાટા પર લાવવા માટે આશાવાદી છે. તે કહે છે કે આગળ હેલ્ધી બિઝનેસ આઉટલૂક છે અને તમામ પેટાકંપનીઓમાં વૃદ્ધિની વિશાળ સંભાવના છે. સોમવારે કંપનીનો શેર 4.95 ટકા વધીને 104.90 રૂપિયા પર બંધ થયો, જે તેની 52 સપ્તાહની ઉપલી સપાટી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કે, મેનેજમેન્ટની આ અપેક્ષા કંપનીના શેરમાં તેજીને યોગ્ય ઠેરવતી નથી. તો કંપનીના શેરમાં વધારો થવાનું કારણ શું છે? આનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. આ સ્ટોક કોઈપણ વિશ્લેષક દ્વારા ટ્રેક કરવામાં આવતો નથી. સામાન્ય રીતે તેઓ આવા શેરો વિશે વાત કરવાનું ટાળે છે. કંપનીના જૂન ક્વાર્ટરના ડેટા અનુસાર શ્રીમંત રોકાણકારો તેમાં 28 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.31 ટકા છે જે માર્ચના અંતે 0.9 ટકા હતો. એકંદરે, જાહેર શેરધારકો કંપનીમાં 36.98 ટકા હિસ્સો ધરાવે છે.

 

આ પણ વાંચો : Sansera Engineering IPO: 1280 કરોડના ઈશ્યુ માટે આ કંપની આપી રહી છે કમાણીની તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

 

આ પણ વાંચો : Vijaya Diagnostic IP O : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

Next Article