આને કહેવાય ખરી બેંક! માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો

|

Nov 07, 2021 | 7:28 AM

ખાનગી ક્ષેત્રની બેંકે સ્પષ્ટતા કરી કે ફિલ્ડ કર્મચારીઓએ ગ્રાહકોને બે દિવસમાં સંમતિ વિના લોન અપાઈ હોવાની જાણ કરી હતી, ત્યારબાદ આ ભૂલને ઝડપથી સુધારી લેવામાં આવી હતી.

આને કહેવાય ખરી બેંક!  માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો
IndusInd Bank

Follow us on

‘લોન એવરગ્રીનિંગ'(loan evergreening) પર વ્હિસલબ્લોઅરના દાવાઓને સંપૂર્ણપણે “ખોટા અને પાયાવિહોણા” ગણાવતા ઇન્ડસઇન્ડ બેંકે(Indusind Bank) શનિવારે સ્વીકાર્યું હતું કે તેણે મે મહિનામાં 84,000 હજાર ગ્રાહકોને તકનીકી ખામીને કારણે તેમની સંમતિ વિના લોન આપી હતી. ‘એવરગ્રીનિંગ’ (loan evergreening)નો અર્થ થાય છે કે જે લોન ડિફોલ્ટ થવાની આરે છે તેને રિન્યુ કરવા માટે પેઢીને નવી લોન આપવામાં આવી છે.

ખાનગી ક્ષેત્રની બેંકે સ્પષ્ટતા કરી કે ફિલ્ડ કર્મચારીઓએ ગ્રાહકોને બે દિવસમાં સંમતિ વિના લોન અપાઈ હોવાની જાણ કરી હતી, ત્યારબાદ આ ભૂલને ઝડપથી સુધારી લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અજાણ્યા વ્હિસલબ્લોઅરે કેટલીક શરતો સાથે લોન (loan evergreening)ના રીન્યુઅલ માટે ઇન્ડસઇન્ડ બેંકની પેટાકંપની BFIL દ્વારા આપવામાં આવેલી આવી લોન અંગે બેંક મેનેજમેન્ટ અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને પત્ર લખ્યો છે. જ્યાં હાલના ગ્રાહકો તેમની લોન ચૂકવવા સક્ષમ ન હતા તેમને નવી લોન આપવામાં આવી જેથી હિસાબના ચોપડા સ્વચ્છ રાખવાના પ્રયાસના આક્ષેપ કરાયા છે.

આ ભૂલ મે 2021માં થઈ હતી
બેંકે આરોપો અંગે કહ્યું, “અમે લોન એવરગ્રીનના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. BFIL દ્વારા જારી કરાયેલ અને સંચાલિત લોનનું વિતરણ નિયમનકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કર્યા પછી જ કરવામાં આવે છે. આમાં કોરોનની પ્રથમ અને બીજી લહેર ફાટી નીકળ્યા દરમિયાન આપવામાં આવેલી લોનનો પણ સમાવેશ થાય છે. ” બેંકે કહ્યું કે મે 2021માં ટેકનિકલ ખામીને કારણે લગભગ 84,000 ગ્રાહકોને પરવાનગી વિના લોન આપવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

26 હજાર સક્રિય ગ્રાહકો
84 હજાર ક્લાયન્ટ્સ કે જેમને લોનનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાંથી 26 હજાર 73 ક્લાયન્ટ્સ સપ્ટેમ્બર 2021ના અંત સુધી સક્રિય હતા. તેમના પર બાકી લોન 34 કરોડ હતી જે સપ્ટેમ્બર ક્વાર્ટરના પોર્ટફોલિયોના 0.12 ટકા છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડસઇન્ડ બેન્કનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વાર્ષિક ધોરણે બેંકના નફામાં 72 ટકાનો ઉછાળો આવ્યો છે અને તેનો નફો 1113 કરોડ રહ્યો છે. સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં બેંકનો નફો 647 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વ્યાજની આવકમાં લગભગ 6.59 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 7650 કરોડ હતો. આ ક્વાર્ટરમાં પ્રોવિઝનિંગમાં ઘટાડો થયો હતો અને તે 1703 કરોડ રહ્યો હતો.

 

આ પણ વાંચો :  Air Indiaનું લેણું તાત્કાલિક ચૂકવવા સાંસદોને રાજ્યસભાનો આદેશ, ટિકિટ રોકડથી ખરીદવા પણ અપાઈ સૂચના

આ પણ વાંચો : દેશમાં Cash Less સિસ્ટમની રચનાના પ્રયાસો વચ્ચે આર્થિક વ્યવહારોમાં વિક્રમી વધારો, લોકો પાસે 28.30 લાખ કરોડ રૂપિયા કેશ પડયા છે

Published On - 7:19 am, Sun, 7 November 21

Next Article