રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ વાળી આ કંપનીનો 250 કરોડનો IPO આવી રહ્યો છે, તમારી પાસે પણ રહેશે રોકાણ કરવાની તક

|

Aug 21, 2021 | 8:00 PM

ટવેર ક્ષેત્રની રિટેલર મેટ્રો બ્રાન્ડ્સે ભારતી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે દસ્તાવેજો રજૂ કર્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ વાળી આ કંપનીનો 250 કરોડનો IPO આવી રહ્યો છે, તમારી પાસે પણ રહેશે રોકાણ કરવાની તક
DRHP has been deposited with SEBI for Metro Brands IPO.

Follow us on

Metro Brands IPO: ફૂટવેર ક્ષેત્રની રિટેલર મેટ્રો બ્રાન્ડ્સે ભારતી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે દસ્તાવેજો રજૂ કર્યા છે. દસ્તાવેજો અનુસાર, IPO હેઠળ 250 કરોડના નવા શેરો જારી કરવામાં આવશે અને શેરધારકો દ્વારા 2,19,00,100 શેરની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે.

કંપની 10 કરોડની IPO પહેલાની પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે. જો આમ કરવામાં આવે તો નવા ઇશ્યૂનું કદ ઘટી જશે. કંપનીએ કહ્યું છે કે, તે નવા શેરોની ઓફરમાંથી મળેલી આવકનો ઉપયોગ મેટ્રો, મોચી, વોકવે અને ક્રોક્સ બ્રાન્ડ હેઠળ નવા સ્ટોર્સ ખોલવા અને સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે કરશે. માર્ચ 2021 સુધી કંપનીના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 134 શહેરોમાં 586 ઓપરેશનલ સ્ટોર્સ હતા. કંપનીને જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું સમર્થન મળેલું છે.

પ્રથમ સ્ટોર 1955માં ખોલવામાં આવ્યો હતો

મેટ્રો બ્રાન્ડ્સનો પહેલો સ્ટોર 1955માં મુંબઈમાં ખુલ્યો હતો. ત્યારથી કંપનીએ સતત ગ્રાહકો માટે તેની પહોંચ વિસ્તૃત કરી છે. આ ગ્રાહકો માટે વન સ્ટોપ ફૂટવેર શોપ છે. અહીં તમને પુરુષો, મહિલાઓ, યુનિસેક્સ, બાળકો માટે તમામ પ્રોડક્ટ્સ મળી રહે છે. ગ્રાહકો આ સ્ટોર પર તમામ પ્રકારની ખરીદી કરી શકે છે. કેઝ્યુઅલથી ફોર્મલ ઇવેન્ટ્સ સુધીના વેચાણ સંગ્રહ અહીં ઉપલબ્ધ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

દેશભરમાં 586 સ્ટોર્સ

માર્ચ 2021 સુધીમાં કંપનીના કુલ 586 સ્ટોર હતા. તે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 134 શહેરોમાં ફેલાયેલ છે. આ આઇપીઓ માટે એક્સિસ કેપિટલ, એમ્બિટ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, ઇક્વિરસ કેપિટલ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને મોતીલાલ ઓસ્વાલ સલાહકારને મર્ચન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે કંપનીને પ્રારંભિક જાહેર ઓફર અંગે સલાહ આપશે.

સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ

અબજોપતિ ગૌતમ અદાણીને માર્કેટ રેગ્યુલેટર સેબી (Sebi) તરફથી મોટો આંચકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી વિલ્મરના (Adani Wilmar) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પર પ્રતિબંધ મૂક્યો છે. અદાણી વિલ્માર 4,500 કરોડનો આઈપીઓ લાવવાનાર હતું. પરંતુ અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) સામે ચાલી રહેલી તપાસના કારણે તેને રોકી દેવામાં આવ્યો છે.

જૂનમાં, સેબીએ પ્રમોટરો, વાડિયા અને ગ્રુપ કંપની બોમ્બે ડાઇંગ સામે તપાસ બાકી હોવાને કારણે ઓછી કિંમતની એરલાઇન ગોફર્સ્ટનો (GoFirst) IPO રોકી દીધો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝ Adani Wilmarમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્માર (Adani Wilmar) લોકપ્રિય ખાદ્યતેલ બ્રાન્ડ ફોર્ચ્યુનનું ઉત્પાદન કરે છે. આ કંપનીની સ્થાપના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્માર કંપની સાથે સંયુક્ત સાહસમાં કરવામાં આવી હતી. વિલ્માર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Next Article