MONEY9: કોઇના પણ લોન ગેરન્ટર ભલે બનો પણ તેના ભયસ્થાનો જાણી લો

|

Mar 12, 2022 | 9:45 AM

સામાન્ય રીતે લોકો ગૅરન્ટર બનવાના દસ્તાવેજો પર વાંચ્યા કે સમજ્યા વગર જ સહી કરી દેતા હોય છે. પરંતુ તેમાં ઘણું જોખમ રહેલું છે. ગૅરન્ટર બન્યા પછી વ્યક્તિએ તે બધા નિયમોનું પાલન કરવાનું હોય છે જેની પર તેણે સહીઓ કરેલી હોય છે.

સામાન્ય રીતે લોકો લોન ગૅરન્ટર (LOAN GUARANTOR) બનવાના લોન (LOAN) દસ્તાવેજો પર વાંચ્યા કે સમજ્યા વગર જ સહી કરી દેતા હોય છે. પરંતુ તેમાં ઘણું જોખમ (RISK) રહેલું છે. ગૅરન્ટર બન્યા પછી વ્યક્તિએ તે બધા નિયમોનું પાલન કરવાનું હોય છે જેની પર તેણે સહીઓ કરેલી હોય છે. તેમાં તે, લોન લેનાર વ્યક્તિ જો સમયસર લોન ન ચૂકવી શકે તો ગૅરન્ટર પોતાની સંપત્તિ વેચીને દેવું ભરપાઇ કરવાની સંમતિ આપતો હોય છે. લોન લેનારનું મૃત્યુ થઇ જાય તો પણ ગૅરન્ટરની જવાબદારી સમાપ્ત નથી થતી. ઉલટાનું, આ સ્થિતિમાં લોન લેનારનું એકાઉન્ટ ફ્રિજ કરી દેવામાં આવે છે અને ગૅરન્ટરની લોન ચૂકવવાની જવાબદારી બની રહે છે.

આ ઉપરાંત, બેંક લોન લેનાર અને ગેંરટર બન્ને પાસે એક સાથે વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેમાં એ જરૂરી નથી કે પહેલા લોન લેનાર પર જ કાર્યવાહી થાય. ચુકવણી ન થવાના કિસ્સામાં બેંક ગૅરન્ટરને પણ ડિફોલ્ટર જાહેર કરી શકે છે. નાદારીના કાયદા હેઠળ ગૅરન્ટર સામે કેસ કરીને વસૂલાતની કાર્યવાહી થઇ શકે છે.

ઇનસોલ્વન્સી એક્સપર્ટ એસ. કે. બંસલ કહે છે કે લોન ચુકવણીના કેસોમાં લોન લેનાર વ્યક્તિ અને ગૅરન્ટરની એક સરખી જવાબદારી હોય છે. જો બેંક, ગૅરન્ટરની સામે કાર્યવાહી કરે તો તે એમ ન કહી શકે કે, પહેલા કેસ લોન લેનાર સામે કરો.

આ પણ જુઓ

એજ્યુકેશન લોન લેતા પહેલાં આ જાણવું જરૂરી છે

આ પણ જુઓ

આ રીતે મળી શકે છે સસ્તી લોન, વ્યાજ પેટે કરી શકો છો મોટી બચત

Next Video