વિશ્વની આ ટોપ બ્રાન્ડ્સે કામ બદલી કિસ્મત પલ્ટી નાંખી, જાણો કોણે શું કરી શરૂઆત અને શેના માટે બન્યા ફેમસ

|

Dec 31, 2021 | 8:44 AM

અમે એવી 8 ફેમસ બ્રાન્ડ્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમણે પોતાનું કામ કંઈક બીજું જ વિચારીને શરૂ કર્યું હતું પરંતુ આજે તેઓ કંઈક અલગ જ માટે ફેમસ બન્યા છે.

વિશ્વની આ ટોપ બ્રાન્ડ્સે કામ બદલી કિસ્મત પલ્ટી નાંખી, જાણો કોણે શું કરી શરૂઆત અને શેના માટે બન્યા ફેમસ
top brands changed fortunes by changing jobs

Follow us on

આજે દુનિયામાં નોકિયા , નેટફ્લિક્સ અને કોલગેટ જેવી કંપનીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. આજે બજારનો મોટો હિસ્સો કબ્જે કરનાર આ પ્રોડક્ટ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે કંપની આજે જે ઉત્પાદનો માટે વિશ્વભરમાં જાણીતી છે તેની શરૂઆત કોઈ અન્ય પ્રોડક્ટ માટે કરવામાં આવી હતી જેમાં કરાયેલા બદલાવે આજે કંપનીઓની કિસ્મત પલ્ટી નાખી છે.

અહીં અમે એવી 8 ફેમસ બ્રાન્ડ્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમણે પોતાનું કામ કંઈક બીજું જ વિચારીને શરૂ કર્યું હતું પરંતુ આજે તેઓ કંઈક અલગ જ માટે ફેમસ બન્યા છે.

NOKIA

નોકિયા પેપર મિલ તરીકે શરૂ થઇ હતી

ટેલિકોમ જાયન્ટ નોકિયાની શરૂઆત 1865 માં થઈ હતી. શરૂઆતમાં આ પેપર મિલ ચલાવવામાં આવતી હતી. ઘણા વ્યવસાયોમાં હાથ અજમાવ્યા પછી નોકિયાએ 1960 માં ફોન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કોલગેટ સાબુ ના ઉત્પાદન સાથે બજારમાં પ્રવેશ્યું હતું

કોલગેટ હાઇજીન ઉત્પાદનો બનાવતી કંપની 1806 માં શરૂ થઈ હતી પરંતુ 1873 સુધી ટૂથપેસ્ટ બનાવતી ન હતી. સ્થાપક વિલિયમ કોલગેટ શરૂઆતમાં સાબુ અને મીણબત્તીઓ બનાવતા હતા.

નેટફ્લિક્સ ડીવીડી ભાડે આપતું હતું

Netflix એપ્રિલ 1998 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેઓ મેલ દ્વારા ડીવીડી ભાડે આપતા હતા. લગભગ એક દાયકા પછી તેણે તેનું બિઝનેસ મોડલ બદલ્યું અને આજે તે સૌથી મોટી ઓનલાઈન સ્ટ્રીમિંગ કંપનીઓ પૈકીની એક છે.

Youtube

YouTube ડેટિંગ પ્લેટફોર્મ હતું

વર્ષ 2005માં જ્યારે YouTube લોન્ચ થયું ત્યારે તેનો હેતુ ડેટિંગનો હતો. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે લોકો તેમના જીવન સાથી વિશે જણાવતા વીડિયો અપલોડ કરી શકે. આજે તે વિશ્વનું સૌથી મોટું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ છે.

ITC તમાકુ અને સિગારેટનું વેચાણ કરતી હતી

ઈમ્પીરીયલ ટોબેકો કંપની એટલે કે ITCની શરૂઆત 1910માં થઈ હતી. શરૂઆતમાં તે તમાકુના પાંદડા અને સિગારેટના વેચાણનો વ્યવસાય કરતી હતી. આજે ITC એ FMCG હોટેલ, પેપરબોર્ડ, શિક્ષણ અને જીવનશૈલી શ્રેણીઓમાં એક વિશાળ કંપની છે.

એમેઝોન પર માત્ર પુસ્તકો જ વેચાતા હતા

એમેઝોનની શરૂઆત જેફ બેઝોસે જુલાઈ 1994માં કરી હતી. શરૂઆતમાં અહીં માત્ર પુસ્તકો જ વેચાતા હતા. 1998 પછી અન્ય વસ્તુઓ ઉમેરવાનું શરૂ થયું અને આજે તમે એમેઝોનના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર હજારો ચીજ વસ્તુઓ શોધી શકો છો.

ઝેરોક્ષે ફોટોગ્રાફીમાંથી ફોટોકોપી બનાવી

જ્યારે કંપની 1906 માં કંપની શરૂ થઈ ત્યારે તે ફોટોગ્રાફિક પેપર અને ફોટોગ્રાફી સાધનો બનાવતી હતી. 1959 માં કંપનીએ પ્રથમ ઝેરોક્સ 914 મશીન બનાવ્યું અને સૌથી મોટી ફોટોકોપી કંપની બની હતી.

LG ઇલેક્ટ્રોનિક્સ નહિ બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી હતી

LGની શરૂઆત 1947માં કરવામાં આવી હતી. શરૂઆતમાં કંપની હાઇજીન અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનોનું ઉત્પાદન કરતી હતી. દક્ષિણ કોરિયાની આ કંપનીએ 1958માં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી હતી અને આજે તેના સેક્ટરમાં એક વિશાળ કંપની છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : અમદાવાદમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 95.13 રૂપિયા, જાણો નવા વર્ષ માટે શું છે અનુમાન

 

આ પણ વાંચો : આ DEMAT ખાતાધારકો આવતીકાલથી નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ

Next Article