Home Loan : સસ્તા વ્યાજ દરો પર આ બેન્ક આપી રહી છે હોમ લોન, જરુરથી ચેક કરો આ રેટ

|

Feb 24, 2023 | 9:38 AM

વધતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મે, 2022થી હમણા સુધી 6 વાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેના કારણે ઘણી બેન્કોએ પોતાના વ્યાજ દરોમાં વૃદ્ધિ કરી છે. જેના કારણે ગ્રાહકોની લોનની ઈએમઆઈમાં વધારો થઈ રહ્યો છે.

Home Loan : સસ્તા વ્યાજ દરો પર આ બેન્ક આપી રહી છે હોમ લોન, જરુરથી ચેક કરો આ રેટ
Home loans at affordable interest rates

Follow us on

દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે કે તેનું પોતાનું ઘર હોય છે. કેટલાક લોકોને વારસામાં જ પોતાનું ઘર મળી જતું હોય છે તો કોઈ જીવનભર મહેનત કરીને ઘર માટે પૈસા ભેગા કરતા હોય છે. તો કેટલાક લોકો હોમ લોન લઈને પહેલા સપનું પૂરુ કરતા હોય છે. વધતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મે, 2022થી હમણા સુધી 6 વાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જેના કારણે ઘણી બેન્કોએ પોતાના વ્યાજ દરોમાં વૃદ્ધિ કરી છે. જેના કારણે ગ્રાહકોની લોનની ઈએમઆઈમાં વધારો થઈ રહ્યો છે.

આ બધા વચ્ચે કેટલીક બેન્ક છે જે ગ્રાહકોને હોમ લોન પર ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્ક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને લોન પર 8.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. 20 વર્ષોમાં 75 લાખ રુપિયાની લોન માટે ઈએમઆઈ 65,324 રુપિયા હશે. બીજી તરફ યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સમાન લોન રકમ અને અવધિ માટે 65,662 રુપિયાની ઈએમઆઈ સાથે હોમ લોન પર 8.60 ટકા વ્યાજ દરની ઓફર આપી રહી છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

જણાવી દઈએ કે હોમ લોન પરના વ્યાજ દરોમાં વધઘટ થતી રહે છે, તેથી ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈએ અને નિર્ણય લેતા પહેલા વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા દરોની તુલના કરવી જોઈએ. થોડા સંશોધન સાથે ગ્રાહકો તેમની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ વ્યાજ દર અને લોન ચુકવણી યોજના શોધી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એક્સિસ બેન્ક હોમ લોન પર 8.75 ટકા વ્યાજ

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકોમાંની એક એક્સિસ બેન્ક હોમ લોન પર 8.75 ટકાના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે. 20 વર્ષમાં 75 લાખની લોન માટે ઈએમઆઈ ચુકવણી 66,278 રુપિયા હશે. તેથી નિર્ણય લેતા પહેલા ગ્રાહકો માટે વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરોની તુલના કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્ક

કોટક મહિન્દ્રા બેંક પણ હોમ લોન પર 8.65 ટકાના પ્રમાણમાં ઓછો વ્યાજ દર ઓફર કરી રહી છે. 20 વર્ષમાં 75 લાખ રૂપિયાની લોન માટે ગ્રાહકે 65,801 રૂપિયાની ઈએમઆઈ ચૂકવવી પડશે. ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC 8.45 ટકાના નીચા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ 20 વર્ષના સમયગાળા માટે 75 લાખની લોન પર 64,850 રૂપિયાની ઈએમઆઈ ચૂકવવાની છે.

Next Article