દેશમાં આ 6 પ્રકારની મોંઘવારીથી પરેશાન થતો હોય છે સામાન્ય માણસ, જાણો અહીં

|

Nov 15, 2021 | 11:48 PM

માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકો આ મોંઘવારીથી પરેશાન છે. ભારતમાં તમામ પ્રકારની મોંઘવારી તેની ટોચ પર છે. ભારતમાં સામાન્ય માણસ આ છ પ્રકારની મોંઘવારીથી પરેશાન છે. ચાલો તેના વિશે બધું જાણીએ.

1 / 6
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી સામાન્ય માણસને પરેશાન કરી રહી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, સીએનજી, ખાદ્યતેલ વગેરે વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે મોંઘવારી વધે છે, ત્યારે સામાન્ય હોય કે ખાસ, તે દરેકને અસર કરે છે. મોંઘવારી તમારા બજેટને અસર કરે છે. સામાન્ય રીતે લોકોનું ધ્યાન ખાણી-પીણીની મોંઘવારી પર વધુ હોય છે. પરંતુ મોંઘવારી વિવિધ પ્રકારની હોય છે, જેનો સામાન્ય માણસને કોઈને કોઈ તબક્કે સામનો કરવો જ પડે છે. ભારતમાં સામાન્ય માણસ આ છ પ્રકારની મોંઘવારીથી પરેશાન છે. ચાલો તેના વિશે બધું જાણીએ.

2 / 6
ખાદ્ય મોંઘવારી અને છૂટક મોંઘવારી- ખાદ્ય મોંઘવારીની અસર દરેકના ખિસ્સા પર પડે છે. છેલ્લા કેટલાક મહિનામાં શાકભાજી, ડેરી ઉત્પાદનો, ફળોના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ખાદ્યપદાર્થોના ઊંચા ભાવને કારણે ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી નજીવી વધીને 4.48 ટકા થઈ હતી. તે જ સમયે ઑક્ટોબરમાં જથ્થાબંધ ભાવ આધારિત મોંઘવારી વધીને 12.54 ટકા થઈ હતી, જેનું મુખ્ય કારણ વિનિર્મીત ઉત્પાદનો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો છે.

3 / 6
મેડિકલ મોંઘવારી- આજના યુગમાં ભારતમાં મેડિકલ મોંઘવારી પણ આસમાન પર છે. જો કોઈના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તે ન માત્ર તેમના ઘરનું બજેટ બગાડે છે, પરંતુ તે તેમને માનસિક રીતે હતાશ પણ કરે છે. જો કે આ મોંઘવારી ઘટાડવા માટે સરકારે ઘણાં પગલાં લીધા છે. જીવનરક્ષક દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તબીબી ઉપકરણોની આયાત પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. સામાન્ય માણસને દવાઓના ખર્ચમાંથી રાહત આપવા માટે જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અહીં 90 ટકા સુધી સસ્તી દવાઓ ઉપલબ્ધ છે.

4 / 6
રહેણી કરણી સંબંધિત મોંઘવારી- લોકડાઉન ખુલ્યા બાદ લોકોના જીવનમાં મોટા ફેરફારો આવ્યા છે. લોકોની જીવનશૈલી હવે બદલાઈ ગઈ છે. લોકો હવે મુસાફરી, ખરીદી, મૂવી જોવા વગેરે પાછળ ખર્ચ કરી રહ્યા છે. સિનેમા હોલમાં ટિકિટની કિંમત પહેલા કરતા વધુ છે. કોવિડ-19 પ્રોટોકોલને અનુસરવાને કારણે ફિલ્મો જોવી મોંઘી થઈ ગઈ છે. મોંઘા ફોન, કોવિડ કીટ વગેરેનો ખર્ચ વધી ગયો છે. અહીં પણ મોંઘવારી વધવા લાગી છે.

5 / 6
શૈક્ષણિક મોંઘવારી- આજના યુગમાં બાળકોને ભણાવવા વિશે વિચારવું પણ તમને ગંભીર બનાવી દે છે. શિક્ષણનો મોંઘવારી દર 10થી 12 ટકા સુધી પહોંચી ગયો છે જે ઘરગથ્થુ મોંઘવારી કરતા બમણો છે. આવી સ્થિતિમાં બાળકોને સારું શિક્ષણ આપવામાં વાલીઓની હાલત કફોળી થઈ ગઈ છે. શૈક્ષણિક મોંઘવારીનો સામનો કરવા માટે માતાપિતાએ વધુ સારી જગ્યાએ રોકાણ કરવું પડશે.

6 / 6
હાઉસિંગ મોંઘવારી- સામાન્ય માણસ માટે રોટી, કપડા પછી ઘર સૌથી મહત્વની વસ્તુ છે. ઘર બનાવવા માટે જમીન, સિમેન્ટ, સળિયા, રંગ જેવી ઘણી વસ્તુઓની જરૂર પડે છે. જમીનના ભાવ દિવસેને દિવસે આસમાનને સ્પર્શી રહ્યા છે. તે જ સમયે સિમેન્ટ, સળિયા અને પેઈન્ટના ભાવમાં પણ વધારો થયો છે. RBI અનુસાર FY 2021ના ​​ચોથા ક્વાર્ટરમાં પ્રોપર્ટીના દરમાં સરેરાશ 2.7 ટકાનો વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઘર ખરીદવું કે બનાવવું ખૂબ મોંઘું થઈ ગયું છે અને આ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે.

Next Photo Gallery