નાણાકીય વ્યવહાર અને ખરીદીથી જોડાયેલા આ 10 કામો તમે PAN કાર્ડ વગર નહિં કરી શકો

|

Jan 28, 2019 | 10:25 AM

સરકારી યોજનાઓના લાભ લેવા માટે આધારની સાથે-સાથે પાનકાર્ડ હોવું પણ ખુબ જરૂરી બની ગયું છે. PAN કાર્ડ ના હોવાથી તમે સરકારી યોજનાના લાભથી વંચિત રહી શકો છો. રોકડા રૂપિયાના વ્યવહાર કરવામાં સરકારે પાનકાર્ડને ફરજીયાત કરી દીધું છે. તેની સાથે જો તમે કોઈ વ્હીકલની ખરીદી કરવા માંગો છો તો પાનકાર્ડ આપ્યા વગર તમે ઘરે નહિં લઈ […]

નાણાકીય વ્યવહાર અને ખરીદીથી જોડાયેલા આ 10 કામો તમે PAN કાર્ડ વગર નહિં કરી શકો

Follow us on

સરકારી યોજનાઓના લાભ લેવા માટે આધારની સાથે-સાથે પાનકાર્ડ હોવું પણ ખુબ જરૂરી બની ગયું છે. PAN કાર્ડ ના હોવાથી તમે સરકારી યોજનાના લાભથી વંચિત રહી શકો છો.

રોકડા રૂપિયાના વ્યવહાર કરવામાં સરકારે પાનકાર્ડને ફરજીયાત કરી દીધું છે. તેની સાથે જો તમે કોઈ વ્હીકલની ખરીદી કરવા માંગો છો તો પાનકાર્ડ આપ્યા વગર તમે ઘરે નહિં લઈ જઈ શકો. તમે જાણી લો કે પાનકાર્ડનો ઉપયોગ કયાં-કયાં જરૂરી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

1. જો તમે 2.5લાખ રૂપિયાથી વધારે રોકડા વ્યવહાર કરો છો તો તમારી પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે.
2.જો તમે કોઈ બાઈક,ગાડી કે કોઈ વાહન ખરીદવા માંગો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે.
3.જો તમારા ધંધાનું ટર્નઓવર 5લાખથી વધારે છે તો પાનકાર્ડ હોવું જરૂરી છે.
4.10લાખથી વધારે સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણ કરવામાં પણ પાનકાર્ડ હોવું જરૂરી છે.
5.જો તમે 2લાખથી વધારે કીંમતનો કોઈ સામાન ખરીદો છો. જેમ કે જવેલરી તો પાનકાર્ડ હોવું જરૂરી છે.
6.બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે પણ પાનકાર્ડ હોવું જરૂરી છે.
7.જો તમે કોઈના બેન્ક ખાતામાં 50 હજારથી વધારે રૂપિયા જમા કરો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે.
8.જો તમે 50 હજારથી વધારેનો જીવન વીમો લેવા ઈચ્છો છો તો પાનકાર્ડ હોવું જરૂરી છે.
9.સરકારે મ્યુચલ ફંડ,બોન્ડ માં રોકાણ કરવા માટે પાનકાર્ડને ફરજીયાત બનાવ્યું છે.
10.જો તમે શેર ખરીદતા હોવ અને તેની કીંમત 1 લાખથી વધારે હોય તો પાનકાર્ડ હોવું જરૂરી છે.

[yop_poll id=862]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article