Gujarati News Business There is not a single country in the world where the average income of a wife is higher than that of a husband. Know what is the position of India?
વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?
ભારતમાં વિશ્વમાં સૌથી ઓછી મહિલા કર્મચારીઓની ભાગીદારી દર છે અને રોગચાળાએ બાબતોને વધુ ખરાબ કરી દીધી છે પાંચમાંથી ચાર મહિલાઓ ન તો કામ કરી રહી છે અને ન તો નોકરીની શોધમાં છે.
1 / 8
દુનિયામાં એકપણ દેશ એવો નથી જ્યાં પત્નીઓ તેમના પતિ કરતાં સરેરાશવધુ કમાણી કરે છે, ચાર દાયકાના સમયગાળા દરમિયાન વિવિધ યુગલોની આવક પર વૈશ્વિક સંશોધન દરમ્યાન આ હકીકત સામે આવી છે. બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સેન્ટર ઓફ પબ્લિક પોલિસીના સંશોધકોએ 1973 થી 2016 વચ્ચે 45 દેશોમાં 28.5 લાખ ઘરોના સાર્વજનિક રીતે ઉપલબ્ધ માહિતી કેતરિત કરી હકીકત જાહેર કરી છે.
2 / 8
મહિલાઓ તેમનો મહત્તમ સમય ઘરના કામોમાં વિતાવે છે અને આ સામે તેમને કોઈ આવક પણ મળતી નથી. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અનુસાર ઇરાકમાં મહિલાઓ દરરોજ સૌથી વધુ 345 મિનિટ પગાર વગર કામ કરે છે, જ્યારે તાઇવાનમાં આ પાછળ સૌથી ઓછી 168 મિનિટ અપાય છે. બાકીના વિશ્વમાં મહિલાઓની અવેતન શ્રમ પર વિતાવેલો સમય આ બંને વચ્ચે રહે છે.
3 / 8
એક મીડિયા રિપોર્ટ અનુસાર સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે પતિ અને પત્ની બંને કામ કરતા હોય ત્યારે પણ એક પણ દેશ એવો નથી જ્યાં પત્નીઓ પતિની સમાન કમાણી કરે છે. સૌથી અમીર દેશોની હાલત પણ આવી જ છે. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સેન્ટર ફોર પબ્લિક પોલિસીના પ્રોફેસર દીપક મલઘને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં અમને જાણવા મળ્યું છે કે દરેક જગ્યાએ મહિલાઓનો હિસ્સો 50 ટકાથી ઓછો છે.
4 / 8
મહિલાઓ કેમ ઓછી કમાણી કરે છે? આ પશ્ન જરૂર મનમાં ઉઠે છે. આના જવાબમાં સંશોધકોનું કહેવું છે કે મહિલાઓ ઓછી કમાણી કરવા પાછળનું મુખ્ય કારણ દુનિયા જાણે છે. તેમણે સમજાવ્યું કે પુરૂષોને સાંસ્કૃતિક રીતે કમાનાર તરીકે અને સ્ત્રીઓને ગૃહિણી તરીકે જોવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ ઘણીવાર બાળકના જન્મ પછી રજા લે છેઅને ઘણા કિસ્સાઓમાં કામ પણ છોડી દે છે. અવેતન શ્રમ અને ઘરની સંભાળ એ મહિલાઓની જવાબદારી માનવામાં આવે છે.
5 / 8
સંશોધકોનું કહેવું છે કે 1973 થી 2016 ની વચ્ચે ઘરેલુ અસમાનતા 20 ટકાથી ઓછી છે. આનો શ્રેય શ્રમ બળમાં મહિલાઓની વધતી ભાગીદારી, વધુ મહિલા-મૈત્રીપૂર્ણ નીતિઓ અને સમાન કામ માટે સમાન પગાર માટેની ચળવળને આભારી હોઈ શકે છે. કોર્પોરેટ્સ કાર્યસ્થળ પર વધુ કુટુંબ મૈત્રીપૂર્ણ અને બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવા ઘણું કરી શકે છે.
6 / 8
ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2021 મુજબ, આઇસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ જાતીય સમાનતા ધરાવતો દેશ છે ત્યારબાદ ફિનલેન્ડ અને નોર્વે છે. ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે પરંતુ સ્વીડનમાં સરેરાશ એક સ્ત્રી હજી પુરુષના ડોલર સામે માત્ર 86 સેન્ટ કમાય છે. એ જ પદ અને સમાન કામ વચ્ચે આ અસમાનતા જોવા મળે છે.
7 / 8
ભારતની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો વર્ષ 2021 માં ભારત 28 સ્થાન નીચે સરકી ગયું છે અને રેન્કિંગમાં ભાગ લેનારા 156 દેશોમાંથી 140 મા ક્રમે પહોંચ્યું છે. તે દક્ષિણ એશિયાના દેશોમાં ત્રીજો સૌથી ખરાબ પ્રદર્શન કરતો દેશ છે. સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. અહીં બાંગ્લાદેશ ટોચ પર છે.
8 / 8
ભારતમાં વિશ્વમાં સૌથી ઓછી મહિલા કર્મચારીઓની ભાગીદારી દર છે અને રોગચાળાએ બાબતોને વધુ ખરાબ કરી દીધી છે પાંચમાંથી ચાર મહિલાઓ ન તો કામ કરી રહી છે અને ન તો નોકરીની શોધમાં છે. ભારતમાં મહિલાઓ માટે ઘરના કામોમાં 297 મિનિટનો સમય પસાર કરવો પડે છે જ્યારે પુરુષો આવા કામો માટે માત્ર 31 મિનિટનો સમય વિતાવે છે.