વર્ષ 2023 ના 100 દિવસ પુરા થવા જઈ રહ્યા છે. આ વર્ષના પહેલા જ મહિનામાં જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે કારોબારી જગતમાં ભૂકંપ લાવી દીધો હતો. એક સમયે વિશ્વના ત્રીજા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ગૌતમ અદાણીની સંપત્તિ આ અહેવાલ બાદ એક જ ઝાટકે નીચે આવી ગઈ હતી. તાજેતરમાં જ બન્યું એવું કે તે વિશ્વના અમીરોની યાદીમાં 30મા સ્થાને પહોંચી ગયા હતા. વર્ષ 2023ના આ 100 દિવસ અદાણી માટેજ નહીં પણ ભારતના અન્ય ઉદ્યોગપતિઓ માટે પણ ભારે રહ્યા છે. જાણો કયા ઉદ્યોગપતિની પ્રોપર્ટીમાં આ સમયગાળામાં ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે, ગૌતમ અદાણી નેટવર્થના નુકસાનના મામલામાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ટોપ પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર 2023ની શરૂઆતથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 64.4 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના તમામ અબજોપતિઓની યાદીમાં આ સૌથી વધુ છે.
ગૌતમ અદાણીની વર્તમાન સંપત્તિ હવે માત્ર 56.1 બિલિયન ડોલર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અંબાણી પણ સંપત્તિ ઘટવાના મામલે પાછળ નથી રહ્યા. 2023ના 100 દિવસમાં તેમની સંપત્તિમાં 6 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ સંપત્તિ 81.1 બિલિયન ડોલર છે. જો કે, આ સ્થિતિ છતાં તે એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ છે.
વર્ષ 2023ના આ 100 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો તે ભારતના અન્ય અબજોપતિઓ માટે પણ ખરાબ સાબિત થયા છે. હવે ડી-માર્ટના રાધાકૃષ્ણ દામાણીની સંપત્તિમાં 2.31 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ 17 બિલિયન ડોલર છે.
વિપ્રોના અઝીમ પ્રેમજીની સંપત્તિમાં પણ આ 100 દિવસમાં 1.58 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેમની કુલ નેટવર્થ હવે 22.4 બિલિયન ડોલર છે. ભારતમાં તેમની સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓમાં ડિવિસ લેબના મુરલી દિવીનો સમાવેશ થાય છે.
આ સમયગાળા દરમિયાન મુરલી દિવીની સંપત્તિમાં 754 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. હવે તેની કુલ નેટવર્થ ઘટીને 522 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ સિવાય સુનીલ ભારતી મિત્તલ, ઉદય કોટક જેવા અન્ય ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન ઘટાડો થયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:04 pm, Sat, 8 April 23