Chandrayaan 3 : MTAR Technologies Ltd ની મદદથી ચંદ્ર પર લેન્ડરનું સફળ લેન્ડિંગ થયું, શેરમાં જબરદસ્ત તેજી આવી

|

Aug 25, 2023 | 7:33 AM

 Stock Tips :ભારતના સ્પેસ પ્રોગ્રામના લીડર તરીકે ઈસરો(ISRO)એ બુધવારે ઈતિહાસ રચ્યો છે. ISROના ચંદ્ર મિશન ચંદ્રયાન 3(Chandrayaan 3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ ચંદ્રની તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે.

Chandrayaan 3 : MTAR Technologies Ltd ની મદદથી ચંદ્ર પર લેન્ડરનું સફળ લેન્ડિંગ થયું, શેરમાં જબરદસ્ત તેજી આવી

Follow us on

Stock Tips :ભારતના સ્પેસ પ્રોગ્રામના લીડર તરીકે ઈસરો(ISRO)એ બુધવારે ઈતિહાસ રચ્યો છે. ISROના ચંદ્ર મિશન ચંદ્રયાન 3(Chandrayaan 3) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ ચંદ્રની તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ધીમે ધીમે ઉતરી રહેલા લેન્ડર વિક્રમે લેન્ડિંગ વખતે આ ફોટો લીધો છે.આ અહેવાલો બાદ ઘણા શેર ફોકસમાં રહેશે.

ભારતીય શેરબજારમાં આ રોકાણકાર માલામાલ થયા

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ઉતરનાર ભારત વિશ્વનો ચોથો દેશ છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત રશિયા આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.ચંદ્રયાન 3ના સફળ ઉતરાણે 13 શેરના  રોકાણકારોની મૂડીમાં 2.5 બિલિયન ડોલરનો વધારો કર્યો છે.વિશ્વની નજર ભારતના એરોસ્પેસ પ્રોગ્રામમાં ભાગ લેનારી આ કંપનીઓ પર ટકેલી છે અને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કંપનીઓના શેર વધુ ફાયદો નોંધાવી શકે છે.

MTAR Technologies Ltd ના શેરમાં જબરદસ્ત ઉછાળો

MTAR Technologies Ltd ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં પણ કામ કરે છે. હૈદરાબાદ સ્થિત એમ ટેક્નોલોજિસે લેન્ડર વિક્રમ માટે  એન્જિન, ક્રાયોજેનિક એન્જિન સબ સિસ્ટમ, ટર્બો પંપ, બૂસ્ટર પંપ, ગેસ જનરેટર અને ઇન્જેક્ટર વગેરે સપ્લાય કર્યા હતા.

આ સાથે MTAR Technologies Ltd એ ઇલેક્ટ્રો-ન્યુમેટિક મોડ્યુલ પૂરું પાડ્યું, જે lmv-3 ના લોન્ચિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હતું. ચંદ્રયાન 3 ની સફળતા પછી Mtar ટેક્નોલોજીના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કંપનીનું નિવેદન

MTAR Technologies Ltd એ કહ્યું છે કે તે લગભગ 30 વર્ષથી ભારતના સ્પેસ પ્રોગ્રામ સાથે કામ કરી રહી છે અને ચંદ્રયાનના સફળ લેન્ડિંગથી ખૂબ જ ઉત્સાહિત છે. કંપનીને વિશ્વાસ છે કે તે ભારતના આગામી અવકાશ મિશન માટે પણ મહત્વપૂર્ણ ઘટકોની સપ્લાય કરવાનું ચાલુ રાખશે.

ગુરુવારના પ્રારંભિક વેપારમાં MTAR Technologies Ltdના શેર જેની કિંમત રૂ. 7034 કરોડ હતી, તેમાં 7 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો અને તે ₹2390ના સ્તરે ટ્રેડ  કરી રહ્યા હતા. છેલ્લા 5 દિવસમાં M Tar Techનો શેર લગભગ 5 ટકા વધ્યો છે,જ્યારે 1 મહિનાના સમયગાળામાં M Tar Techના શેરે રોકાણકારોને 13 ટકા વળતર આપ્યું છે.

છેલ્લા 6 મહિનામાં, M Tar Technologiesના શેરે રૂ. 1500ની નીચી સપાટીથી રૂ. 2384નું સ્તર જોયું છે અને 50 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં, MTar Technologiesના શેરોએ રોકાણકારોને 50% વળતર આપ્યું છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં લગભગ 134% વળતર આપવામાં આવ્યું છે.

  • MTAR Technologies Ltd નો છેલ્લો બંધ ભાવ રૂપિયા 2,311.05 +90.45 

 

Published On - 7:27 am, Fri, 25 August 23

Next Article