આ IT કંપનીના શેરે એક સપ્તાહમાંજ રોકાણકારોને કર્યા માલામાલ , જાણો Buzzing Stock વિશે વિગતવાર

BSE પર શેર 18 ટકાના વધારા સાથે 300 રૂપિયા પ્રતિ શેર દીઠ હતા. એક સપ્તાહમાં IT સ્ટોકમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે આ વર્ષે તે અત્યાર સુધીમાં 160 ટકાનો વધારો નોંધાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 450 ટકાનો ઉછાળો નોંધાયો છે.

આ IT કંપનીના શેરે એક સપ્તાહમાંજ રોકાણકારોને કર્યા માલામાલ , જાણો Buzzing Stock વિશે વિગતવાર
SYMBOLIC IMAGE
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:56 AM

ભારતીય આઈટી કંપની ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસિસ(Datamatics Global Services) ના શેરમાં છેલ્લા કેટલાક સમયથી ઉછાળો દેખાઈ રહ્યો છે. સોમવારે આ શેર નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.  BSE પર ડેટામેટિક્સના શેર 18 ટકાના વધારા સાથે 300 રૂપિયા પ્રતિ શેર દીઠ હતા. એક સપ્તાહમાં IT સ્ટોકમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે આ વર્ષે તે અત્યાર સુધીમાં 160 ટકાનો વધારો નોંધાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 450 ટકાનો ઉછાળો નોંધાયો છે.

 

Datamatics Global Services ના શેરની સ્થિતિ

Prev close                   300.50
Mkt cap                       1.77 T Cr
P/E ratio                    22.21
52-wk high               300.50
52-wk low                 50.60

 

BSEને તેના વોલ્યુમમાં ઉતાર – ચઢાવ અંગે અંગે સ્પષ્ટતા આપતાં કંપનીએ જણાવ્યું હતું કે “શેરની કિંમત / વોલ્યુમમાં નોંધપાત્ર ઉતાર – ચઢાવ સંપૂર્ણપણે બજારની સ્થિતિને કારણે છે અને તે બજાર સંચાલિત છે. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં Midcap ITeS કંપનીઓના શેર ભાવ / વોલ્યુમમાં વધારો થયો છે. સારી આવકની અપેક્ષાઓ અને વધુ સારા વ્યવસાયના દૃષ્ટિકોણ વચ્ચે છેલ્લા કેટલાક સત્રોમાં આઇટી શેરોમાં વધારો થયો છે.

12 જુલાઈએ ડેટામેટિક્સે આભાસ ઝવેરીની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, સેલ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી છે. આભાસ ડેટામેટિક્સ ઇન્ટેલીજન્ટ ઓટોમેશન પ્રોડક્ટ્સના વ્યવસાયનું નેતૃત્વ કરશે, જેમાં TruBot, TruCap+, and TruBI સામેલ છે. તે ડેટામેટિક્સના વાઇસ ચેરમેન અને સીઈઓ રાહુલ કનોદિયાને રિપોર્ટ કરશે.

નાણાકીય વર્ષ 21 માં 25% નફો મળ્યો
કંપનીએ નાણાકીય વર્ષ 2021 માં 80 કરોડ રૂપિયાના નફા સાથે વાર્ષિક ધોરણે 25 ટકા વાર્ષિક નફો નોંધાવ્યો છે જ્યારે તેની રેવેન્યુ 4 ટકાથી વધુ ઘટીને 1,149 કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2021 ના ​​છેલ્લા બે ક્વાર્ટરમાં તેણે સારી આવકમાં વૃદ્ધિ નોંધાવી છે જેમાં યુએસનો મોટો ફાળો રહ્યો છે.

કંપનીનો બિઝનેસ શું છે ?
ડેટામેટિક્સ એક ટેકનોલોજી કંપની છે જે ડેટા સંચાલનનો વ્યવસાય રોબોટિક્સ, AI, ક્લાઉડ, મોબિલિટી , એડવાન્સ એનાલિટિક્સ દ્વારા ડિજિટલ રૂપે પરિવર્તિત કરવા માટે સક્ષમ કરે છે ડેટાબેટિક્સ, બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીમા, આરોગ્યસંભાળ, ઉત્પાદન, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સેવાઓ પ્રદાન કરતી તકનીક કંપની છે. આ કંપની ચાર ખંડોમાં છે અને યુ.એસ., ભારત અને ફિલિપાઇન્સમાં ડિલિવરી સેન્ટર ધરાવે છે.