OPENING BELL : બેન્કિંગ શેરમાં જબરદસ્ત વેચવાલીના પગલે શેરબજાર નરમાશ સાથે ખુલ્યા

|

Dec 21, 2020 | 9:51 AM

એશીયાઈ બજારોના નબળા સંકેત સાથે ભારતીય શેરબજાર પણ આજે કારોબારી સપ્તાહની શરૂઆત લાલ નિશાન નીચે કરી છે. પ્રારંભિક કારોબારમાં બંને ભારતીય ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ ૭૦ અંકની વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું. આજે બજાર ખુલ્યા બાદ સતત નીચે ગગડી રહ્યું છે. બજાર ખુલવાના ગણતરીના સમયમાંજ સેન્સેક્સમાં ૦.૫ ટકા અને […]

OPENING BELL : બેન્કિંગ શેરમાં જબરદસ્ત વેચવાલીના પગલે શેરબજાર નરમાશ સાથે ખુલ્યા
STOCK MARKET

Follow us on

એશીયાઈ બજારોના નબળા સંકેત સાથે ભારતીય શેરબજાર પણ આજે કારોબારી સપ્તાહની શરૂઆત લાલ નિશાન નીચે કરી છે. પ્રારંભિક કારોબારમાં બંને ભારતીય ઇન્ડેક્સ નુકશાન સાથે કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ ૭૦ અંકની વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું. આજે બજાર ખુલ્યા બાદ સતત નીચે ગગડી રહ્યું છે. બજાર ખુલવાના ગણતરીના સમયમાંજ સેન્સેક્સમાં ૦.૫ ટકા અને નિફટીમાં ૦.૬ ટકાનો ઘટાડો દર્જ થઇ ચુક્યો હતો.

આજે બજારમાં વેચવાલીનું જોર દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ ૨૦૦ થી વધુ ગગડી ચુક્યો છે જયારે નિફટી પણ ૭૦ અંક આસપાસ નુકશાન દેખાડી ચુક્યો છે. બજાર છેલ્લા કેટલાક દિવસથી સતત તેજી દેખાડી રહ્યું હતું. આજે બજારમાં શરૂઆતમાં નફાવસૂલી દેખાઈ રહી છે. આજે બેન્કિંગ શેર બજારને ઘટાડા તરફ દોરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 360 અંક નીચે 30,354.50 પર કારોબાર કરી રહ્યો છે. બંધન બેંકનો શેર 2% થી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 28.51 પોઇન્ટ ઘટીને 46,932.18 પર અને નિફ્ટી 18.65 પોઇન્ટ ઘટીને 13,741.90 પર ખુલ્યા હતા.

આજે એશિયાઈ બજાર નરમાશ દેખાડી રહ્યા છે જયારે અમેરિકન બજારની છેલ્લી સ્થિતિ પણ નુક્શાનની હતી.આ સામે શુક્રવારે વિદેશી રોકાણને કારણે ભારતીય શેરબજાર સતત 7 મા ટ્રેડિંગ સપ્તાહમાં સારી સ્થિતિમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સ 70.35 અંક વધીને 46,960.69 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નોંધાવી હતી. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ 19.85 પોઇન્ટ વધીને 13,760.55 પર બંધ રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.30 વાગે)
બજાર             સૂચકઆંક                  ઘટાડો
સેન્સેક્સ       46,797.49          −163.20 
નિફટી         13,704.05          −56.50 

Next Article