ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જાણો નબળા રૂપિયાની તમારા પર શું થશે અસર

|

Apr 14, 2022 | 7:27 AM

કરન્સી માર્કેટમાં આજે યુએસ ડોલર સામે રૂપિયો 76.15 ના પાછલા બંધ સ્તરે ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઘટાડા સાથે તે 76.26 પ્રતિ ડૉલરની સપાટીએ ગયો હતો. અંતે તે તેના અગાઉના બંધ ભાવ સામે ચાર પૈસા ઘટીને 76.19 પ્રતિ ડોલર પર બંધ થયો.

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, જાણો નબળા રૂપિયાની તમારા પર શું થશે અસર
ડોલર સામે રૂપિયાનું ધોવાણ યથાવત

Follow us on

ડોલર સામે રૂપિયા(Dollar vs rupee)માં સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં ડૉલરની મજબૂતાઈ અને નબળા મેક્રો ઈકોનોમિક ડેટાને કારણે કરન્સી માર્કેટમાં રૂપિયો અમેરિકી ચલણ સામે ડૉલર દીઠ 76.19 પર બંધ થયો હતો જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 24 પૈસાના ઘટાડા સાથે રૂપિયો 76.15 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. ડોલર હાલમાં ફેડરલ રિઝર્વ(Federal Reserve) તરફથી મળેલા સંકેતોની અસર ડૉલરમાં જોવા મળી રહી છે, દરમાં વધારાના અંદાજો ડૉલરને મદદ કરી રહ્યા છે જેની અસર રૂપિયા પર દેખાઈ રહી છે. ડોલર સામે રૂપિયામાં નબળાઈનો અર્થ એ છે કે વિદેશથી આયાત કરવામાં આવેલ મોંઘી ચીજ વધુ મોંઘી થશે. જોકે, રૂપિયામાં નબળાઈ નિકાસકારો માટે વધારાની કમાણીનો સ્ત્રોત છે.

ડોલર સામે રૂપિયો 76.15 ના સ્તરે ખૂલ્યો હતો

કરન્સી માર્કેટમાં આજે યુએસ ડોલર સામે રૂપિયો 76.15 ના પાછલા બંધ સ્તરે ખૂલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઘટાડા સાથે તે 76.26 પ્રતિ ડૉલરની સપાટીએ ગયો હતો. અંતે તે તેના અગાઉના બંધ ભાવ સામે ચાર પૈસા ઘટીને 76.19 પ્રતિ ડોલર પર બંધ થયો. દરમિયાન ડૉલર ઇન્ડેક્સ જે છ મુખ્ય કરન્સી સામે યુએસ ચલણની મજબૂતાઈને દર્શાવે છે તે 0.13 ટકા વધીને 100.42 પર ટ્રેડ કરી રહ્યો હતો. યુએસ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ માર્ચમાં USમાં મોંઘવારી ચાર દાયકાના ઉચ્ચ સ્તરે 8.50 ટકા પર પહોંચી છે. રૂપિયાને અસર કરતા અન્ય પરિબળોમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. મુખ્ય સૂચકાંક લગભગ અડધા ટકા જેટલો તૂટ્યો છે. બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહ્યો અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ વાયદો 0.46 ટકા વધીને 105.12 ડોલર પ્રતિ બેરલ થયો.

તમારા પર નબળા રૂપિયાની શું અસર થશે?

નબળો રૂપિયો એટલે કે હવે દેશે વસ્તુ ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. એટલે કે આયાતી માલ વધુ મોંઘો થશે. આમાં ક્રૂડ ઓઈલ, સોનું વગેરેનો સમાવેશ થાય છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોમોડિટીની કિંમત ડોલરમાં નક્કી કરવામાં આવે છે. હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને રૂપિયામાં નબળાઈ છે તેથી પેટ્રોલ અને ડીઝલમાં રાહતની આશા ઓછી છે. આયાત કરતી કંપનીઓના માર્જિન પર પણ અસર થશે કારણ કે તેમને ડોલર ખરીદવા માટે વધારાના રૂપિયા ચૂકવવા પડશે. જો કે બીજી તરફ નિકાસકારોને ફાયદો થશે. કારણ કે જો તમે ડોલરમાં પેમેન્ટ કરશો તો તમને વધુ રૂપિયા મળશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Fuel Price: વિશ્વમાં સૌથી મોંઘો LPG ભારતમાં મળે છે, મોંઘવારી મામલે પેટ્રોલ વિશ્વમાં ત્રીજા અને ડીઝલ આઠમાં ક્રમે મોંઘા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Next Article