Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

|

Nov 08, 2021 | 8:26 AM

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક આવે છે.

Sensex ની Top - 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?
Bomay Stock Exchange - BSE

Follow us on

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠ કંપનીઓની માર્કેટ મૂડી (Market Cap) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ 1,18,930.01 કરોડ વધી છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) હતો. ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 760.69 પોઈન્ટ અથવા 1.28 ટકા વધ્યો હતો.

હિંદુ કેલેન્ડર વર્ષ ‘વિક્રમ સંવત’ની શરૂઆત એટલે કે દિવાળીના દિવસે એક દિવસના ખાસ મુહૂર્ત કારોબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે શુક્રવારે બજારો બંધ રહ્યા હતા. છેલ્લા સપ્તાહમાં માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેન્કની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.

TCSના માર્કેટ કેપમાં રૂ. 40,782.04 કરોડનો વધારો થયો છે
સપ્તાહ દરમિયાન TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 40,782.04 કરોડ વધીને રૂ 12,98,015.62 કરોડ થયું હતું. SBIનું માર્કેટ વેલ્યુએશન રૂ 25,033.54 કરોડ વધીને રૂ. 4,73,406.02 કરોડ થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઈન્ફોસિસમાં તેજી
ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 17,158.49 કરોડ વધીને રૂ 7,18,890.08 કરોડ અને HDFCનું માર્કેટકેપ રૂ 10,153.08 કરોડ વધીને રૂ 5,24,370.77 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,502.68 કરોડ વધીને રૂ. 4,54,304.34 કરોડ થયું હતું.

હિન્દુસ્તાન યુનિલિવરનું બજાર મૂલ્ય રૂ. 6,978.29 કરોડ વધીને રૂ. 5,69,458.69 કરોડ અને HDFC બેન્કનું બજાર મૂલ્ય રૂ. 6,453.41 કરોડ વધીને રૂ. 8,82,981.83 કરોડ થયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઘટ્યું
કોટક મહિન્દ્રા બેંકનું મૂલ્યાંકન રૂ. 4,868.48 કરોડ વધીને રૂ. 4,07,881.48 કરોડ થયું હતું. આ ટ્રેન્ડથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 24,612.17 કરોડ ઘટીને રૂ. 15,85,074.58 કરોડ થયું હતું. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 13,680.32 કરોડની ખોટ સાથે રૂ. 5,42,827.39 કરોડ રહી હતી.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક આવે છે.

Mutual Fund Investment માં વધારો
સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે રૂ 40,000 કરોડનું રોકાણ આવ્યું છે. ન્યુ ફંડ ઑફરિંગ્સ (NFOs)માં મજબૂત નાણાપ્રવાહ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં સ્થિરતા વચ્ચે ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી ફંડ્સને સારું રોકાણ મળ્યું છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર આ પ્રવાહ સાથે, સપ્ટેમ્બરના અંતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની સંપત્તિ વધીને રૂ 12.8 લાખ કરોડ થઈ હતી. જૂનના અંત સુધીમાં તે 11.1 લાખ કરોડ રૂપિયા હતો.

 

આ પણ વાંચો :  આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત

Published On - 8:25 am, Mon, 8 November 21

Next Article