પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેંડિંગ(Ethanol Blending)નો ટારગેટ પૂર્ણ કરવા માટે સરકાર તરફથી ખાંડ(Sugar)ની મીલોને રાહત આપવામાં આવી શકે છે. 2021-22માં સરકાર તરફથી 10 ટકા બ્લેંડિંગનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ લક્ષ્યને પુરો કરવા માટે ખાંડ મીલો (Sugar Mill)ને રાહત મળે તેવી શક્યતા છે.
આ સિવાય સરકાર તરફથી ડાયર્વઝન અને વેચાણની દિશા નિર્દેશની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. જેને લઈને ખાંડ મીલો માટે ગાઈડલાઈન્સને સરળ બનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, ખાંડ મીલોને પર્યાવરણ નિયમોમાં છૂટ પણ આપવામાં આવી શકે છે.
આ રીતે નક્કી થાય છે ખાંડનો કોટા
ખાંડનો કોટા હાજર સ્ટોક, નિકાસના પ્રદર્શન અને ખાંડને ઈથેનોલમાં બદલવાના આધારે નક્કી કરવામાં આવે છે. હકીકતમાં પેટ્રોલને સસ્તું કરવાના ઉપાય તરીકે પેટ્રોલ(Petrol)માં ઈથેનોલનું મિશ્રણ કરવાના ઓપ્શનને સૂચવવામાં આવ્યું હતું. આ સિવાય તેને ખાંડ મીલો તરફથી શેરડીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સમય રહેતા ચૂકવણી ન કરવાની સમસ્યાને ખતમ કરવામાં અસરકારક જણાવ્યું હતું.
રિપોર્ટસ અનુસાર 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ બ્લેંડિંગનું લક્ષ્ય છે. પરંતુ હાલ તો પેટ્રોલમાં 10 ટકા જ ઈથેનોલ બ્લેંડિંગનું લક્ષ્ય પૂરૂ કરવા માટે સરકાર ખાંડ મીલોને રાહત આપી શકે છે.
10 ટકા બ્લેંડિંગનું લક્ષ્ય
100 કિલો શેરડીમાંથી 60 લીટર સુધી ઈથેનોલ મળે છે. આ પ્રકારે એક ટન શેરડીમાંથી ખાંડ મીલો 115 કિલો ખાંડ અને 45 કિલો ગોળનું પ્રોડક્શન કરે છે. જેમાં 10.8 લીટર ઈથેનોલ મળે છે. કારણ કે, ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું તેલ આયાતકર્તા છે. એવામાં તે ખાડી સહિત તેલના નિકાસ કરનાર દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરી શકશે, સરકાર તેના માટે પ્રયત્ન કરી રહી છે.