આયુષ્માન ભારત કાર્ડની સુવીધામાં થયો વધારો, કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ આપશે યોગદાન

આ યોજના હેઠળ હવે ટ્રાન્સજેન્ડરો પણ આ હેલ્થ કાર્ડનો લાભ લઈ શકશે. આ માટે ગૃહ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ પરિવારોને કવરેજ આપવાની જોગવાઈ છે.

આયુષ્માન ભારત કાર્ડની સુવીધામાં થયો વધારો, કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ આપશે યોગદાન
Ayushman Bharat Card
| Edited By: | Updated on: Aug 25, 2022 | 2:45 PM

Ayushman Bharat Card : આયુષ્માન ભારત કાર્ડનું (Ayushmaan Bharat) નામ બદલાયું છે. હવે તેનું નામ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી યોજના રાખવામાં આવ્યું છે. રાજ્યોની ભાગીદારી પણ નવા નામમાં દેખાઈ રહી છે કારણ કે રાજ્યો પહેલાથી જ ઈચ્છતા હતા. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ આયુષ્માન ભારત યોજનાનું બ્રાન્ડિંગ કરશે. બંનેની કો-બ્રાન્ડિંગને ધ્યાનમાં રાખીને, નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે અગાઉ ઘણા રાજ્યોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ પર જ નામ સામે વાંધો હતો.

નામની સાથે સુવિધાઓ પણ વધી

કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં 5 લાખ રૂપિયાથી વધુના સ્વાસ્થ્ય લાભની યોજના છે. 5 લાખ કેન્દ્ર તરફથી અને બાકીના નાણાં રાજ્ય સરકાર આપે છે. આવી સ્થિતિમાં આરોગ્ય સુવિધાઓનો લાભ 5 લાખ રૂપિયા વધી જાય છે. આવી સ્થિતિમાં, જ્યાં 5 લાખથી વધુની યોજના છે, તો આયુષ્માન ભારત તરફથી સારવાર માટે 5 લાખની રકમ ઉપલબ્ધ થશે. તેનાથી ઉપરની રકમ રાજ્ય સરકાર આપશે. તેનાથી લોકોને બમણો ફાયદો થશે કારણ કે જો સારવાર માટે વધુ પૈસાની જરૂર પડશે તો કેન્દ્ર અને રાજ્ય બંનેના હિસ્સા સાથે સુવિધાઓ વધશે.

કાર્ડનો લોગો બદલાયો

આયુષ્માન ભારતના લોકો ઉપરાંત રાજ્યનો લોગો પણ આયુષ્માન ભારત કાર્ડ પર હશે. આ કાર્ડમાં કેન્દ્ર અને રાજ્ય બંનેની ભાગીદારી સામેલ છે, તેથી કેન્દ્રની સાથે રાજ્યનો લોગો પણ સામેલ કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય બંને માટે અલગ આયુષ્માન કાર્ડ લેવાની જરૂર રહેશે નહીં, પરંતુ લાભાર્થી એક જ કાર્ડથી આયુષ્માન યોજના અને રાજ્ય યોજનાનો લાભ લઈ શકશે.

આ રાજ્યોમાં સુવિધા ઉપલબ્ધ નથી

આયુષ્માન ભારત કાર્ડ યોજના દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યો સામેલ નથી. આ રાજ્ય સરકારોએ હજુ સુધી અહીં યોજના શરૂ કરી નથી. હવે રાજ્યોની ભાગીદારી પણ સામેલ થઈ ગઈ હોવાથી શક્ય છે કે આ રાજ્યો પણ આયુષ્માન ભારત યોજનાનો અમલ કરે. ધીરે ધીરે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ રાજ્યોને પણ સામેલ કરવાની પહેલ કરી રહ્યું છે.

પંજાબમાં આયુષ્માન ભારત યોજના લાગુ છે, પરંતુ ત્યાંની સરકાર લોકોને તેનો લાભ આપવામાં આનાકાની કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે પંજાબ સરકાર સાથે વાત કરી છે. મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જો રાજ્ય સરકાર આવું જ કામ કરતી રહેશે તો આયુષ્માન યોજના ચાલુ રાખવામાં મુશ્કેલી પડશે.

ટ્રાન્સજેન્ડર પણ લાભ લઈ શકશે

આયુષ્માન ભારત યોજના હેઠળ હવે ટ્રાન્સજેન્ડરો પણ આ હેલ્થ કાર્ડનો લાભ લઈ શકશે. આ માટે ગૃહ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ પરિવારોને કવરેજ આપવાની જોગવાઈ છે. નવા ફેરફાર બાદ વ્યક્તિગત ટ્રાન્સજેન્ડરને 5 લાખનું કવરેજ આપવામાં આવશે. દેશમાં લગભગ 4 લાખ 89 હજાર ટ્રાન્સજેન્ડર છે જેમને આ લાભ આપવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ લાભાર્થીનું પ્રિમિયમ ચૂકવશે.