આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ

|

Sep 30, 2021 | 7:54 AM

ખાતાધારકોએ આજે જ ખાતું વિગતો સાથે અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ - વેચાણ! જાણો કારણ
Demat - Trading Account KYC

Follow us on

Demat – Trading Account KYC : ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકોને ડિપોઝિટરીઝ દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ કરવા કહેવામાં આવ્યું હતું. અપડેટ કરવાની છેલ્લી તારીખ આજે 30 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ આજે જ અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

ડીમેટ/ટ્રેડિંગ એકાઉન્ટ ધારક દ્વારા અપડેટ કરવા માટે જરૂરી KYC નીચે મુજબ છે

  • નામ
  • સરનામું
  • PAN
  • મોબાઇલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • આવક મર્યાદા

KYC અપડેટના હોય તો શું થશે ?
જો નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ડીમેટ અથવા ટ્રેડિંગ ખાતામાં આ કેવાયસી વિગતો અપડેટ નહીં કરાય, તો એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે. જો ખાતું કેવાયસી સુસંગત નથી તો ખાતાધારક શેરબજારમાં વેપાર કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ કંપનીના શેર ખરીદે છે તો પણ આ શેર તેના ખાતામાં કેવાયસી વિગતો અપડેટ થાય ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરિફાઈડ હોવા જોઈએ
જો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી એક કરતા વધારે ડીમેટ ખાતામાં દાખલ કરવામાં આવ્યા છે અને કુટુંબની વિગતો અપડેટ કરવામાં આવી નથી તો આવા ડીમેટ ખાતા ધારક પાસે પોતાનો મોબાઇલ નંબર / ઇમેઇલ આઈડી સુધારણા ફોર્મ અથવા વિનંતી પત્ર સબમિટ કરવા માટે 15 દિવસનો સમય રહેશે.

જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો આવા એકાઉન્ટ્સને બિન-સુસંગત એકાઉન્ટ્સ તરીકે વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં એક લાખથી 25 લાખની આવકવાળા લોકોનો સમાવેશ કરવામાં આવશે. ખાતાધારકોએ તેમની આવક મર્યાદા વિશે ડિપોઝિટરીને જાણ કરવી પડશે, જે વ્યક્તિઓ અને બિન-વ્યક્તિગત વિવિધ શ્રેણીઓ માટે વર્ગીકૃત કરવામાં આવશે.

બધા લાભાર્થી એટલે કે (BO) માટે અલગ મોબાઈલ નંબર અને ઇમેઇલ સરનામાં આપવાના રહેશે. જો કે, લેખિત ઘોષણા રજૂ કર્યા પછી, BO તેના / તેણીના પરિવારના સભ્યોના મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાંને અપડેટ કરી શકે છે. આમાં પત્ની, આશ્રિત માતાપિતા અને બાળકોની વિગતો સામેલ રહશે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ફરી ભડકે બળી રહ્યાં છે ઇંધણ ભાવ, જાણો આજે કેટલા મોંઘાં થયા પેટ્રોલ – ડીઝલ

 

આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે વધુ એક ભથ્થાંને મંજૂરી આપી, જાણો કેટલો મળશે લાભ

Published On - 7:53 am, Thu, 30 September 21

Next Article