Tega Industries IPO : આજથી 3 દિવસ મળી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર

|

Dec 01, 2021 | 8:57 AM

Tega Industries IPO : આ આઈપીઓ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરે છે એટલે કે OFS છે. આવી સ્થિતિમાં કંપનીને આ IPOમાંથી કોઈ ફંડ નહીં મળે. 

Tega Industries IPO : આજથી 3 દિવસ મળી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજના વિશે  વિગતવાર
Tega Industries IPO

Follow us on

દેશનું IPO માર્કેટ તેજીમાં છે. એક પછી એક ઘણી કંપનીઓ તેમની ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO લાવી રહી છે. હવે ખાણ ઉદ્યોગ માટે સામાન બનાવતી કંપની ટેગા ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ( Tega Industries IPO ) આજે 1 ડિસેમ્બરે ખુલ્યો છે.કંપની દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર કંપનીનો આઈપીઓ 3 ડિસેમ્બરે બંધ થશે.

આ આઈપીઓ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર કરે છે એટલે કે OFS છે. આવી સ્થિતિમાં કંપનીને આ IPOમાંથી કોઈ ફંડ નહીં મળે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આવકની દૃષ્ટિએ દેશમાં પોલિમર આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના ભારતમાં 1978માં સ્વીડનના સ્કજા એબીના સહયોગથી કરવામાં આવી હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનાએ 2001માં કંપનીમાં Skaja ABનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો તમે ઈનિશિયલ પબ્લિક ઑફર એટલે કે IPO માં રોકાણ દ્વારા પૈસા કમાવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. દેશમાં Paytm ના નબળા લિસ્ટિંગના નકારાત્મક અહેવાલોને ભૂતકાળ બનાવીને IPO માર્કેટ ફરી એકવાર ધમધમવા માટે તૈયાર છે. આગામી કેટલાક મહિનામાં અડધો ડઝન કંપનીઓના IPO બજારમાં આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્કેટ રેગ્યુલેટર સેબીએ 6 કંપનીઓના IPO માટે સબમિટ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે.

આ કંપનીઓમાં મેડપ્લસ હેલ્થ સર્વિસિસ(Medplus Health Services), રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસ(RateGain Travel Technologies), પૂર્ણિક બિલ્ડર્સPurnik Builders), ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ(Fusion Micro Finance), ટ્રૅકએક્સએન ટેક્નૉલૉજીસ(Tracxn Technologies) અને પ્રુડન્ટ કૉર્પોરેટ એડવાઇઝરી સર્વિસિસ (Prudent Corporate Advisory Services) નો સમાવેશ થાય છે.

 

Tega Industries IPO Details

  • IPO Opening Date Dec 1, 2021
  • IPO Closing Date Dec 3, 2021
  • Issue Type Book Built Issue IPO
  • Face Value ₹10 per equity share
  • IPO Price ₹443 to ₹453 per equity share
  • Market Lot 33 Shares

 

આ પણ વાંચો : આ Pensioner હજુ પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, 30 નવેમ્બરની સમયમર્યાદા પછી પણ પેન્શન બંધ નહીં થાય, જાણો કારણ

 

આ પણ વાંચો : આજથી દીવો પ્રગટાવવો બનશે મોંઘો: 14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

Next Article