દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services) – TCS એ ઈતિહાસ રચ્યો છે. આજે ટીસીએસ (TCS)ની માર્કેટ કેપ 12 લાખ કરોડને પર પહોંચી છે. આ સ્તરે પહોંચનાર આ દેશની માત્ર બીજી કંપની છે. આ અગાઉ આ સિદ્ધિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) હાંસલ કરી હતી. ત્રીજા ત્રિમાસિક વેપારમાં સારા પરિણામોના પગલે આજે કંપનીના શેરમાં 3.32 ટકાનો ઉછાળો આવતા શેરનો ભાવ 3224ની નવી સપાટીએ પહોંચ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં સારા પરિણામો રહ્યા
કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો 7.2 ટકા વધીને રૂ. 8,701 કરોડ થયો છે. ડિસેમ્બર 2019 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 8,118 કરોડ હતો. કંપનીની આવક 5.4 ટકા વધીને રૂ. 42,015 કરોડ થઈ છે. ડિસેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 39,854 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
માર્કેટ કેપ 12 લાખ કરોડને પાર
કારોબાર દરમિયાન ટીસીએસના શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. સ્ટોક ઓલ-ટાઈમ હાઈ પર પહોંચતા કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 12.09 લાખ કરોડ થઈ છે. કંપનીએ પરિણામ જાહેર કર્યા તે સાથે જ ડિવિડન્ડ જાહેર કર્યા છે. શેર દીઠ રૂપિયા 6 ડિવિડન્ડ જારી કરવામાં આવ્યું છે. આ માટેની રેકોર્ડ તારીખ 16 જાન્યુઆરી છે.
આ નાણાકીય વર્ષમાં શેર 72.8 ટકા વધ્યો છે
વર્તમાન નાણાકીય વર્ષમાં ટીસીએસના શેરમાં 72.8 ટકાનો વધારો થયો છે. બીએસઈના આઈટી ઈન્ડેક્સમાં 108.30 ટકાનો વધારો થયો છે, જે તેને વર્તમાન સ્તરે ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનવાળું ઈન્ડેક્સ બનાવે છે.
આ પણ વાંચો: PM મોદીએ કોરોનાની ગુજરાતની સ્થિતી વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને શું કહ્યું ? જુઓ VIDEO