MONEY9: દિવ્યાંગોએ ઉઠાવવો જોઈએ આ કન્સેશનનો લાભ, જુઓ Video

|

Mar 05, 2022 | 11:00 AM

શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકો અને તેમના વાલીઓને મળતી રાહતનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હવે તેઓ એન્યુઈટી પ્લાનમાંથી તાત્કાલિક પૈસા ઉપાડી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

એન્યુઈટી પ્લાન (ANNUITY PLAN)માં થયેલો ફેરફાર અનેક લોકો માટે રાહતના સમાચાર લઇને આવ્યો છે. એન્યુઈટી પ્લાન એક પ્રકારનું ફિક્સ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ છે. જેમાં એક ચોક્કસ સમયગાળા સુધી એક નિશ્ચિત રકમ રોકવી પડે છે. તેની મેચ્યોરિટી પૂરી થાય એટલે માસિક પેન્શન (PENSION) મળવા લાગે છે. અત્યાર સુધી, દિવ્યાંગો (DISABLED)ને આ એન્યુઈટી તેમના વાલીના મૃત્યુ પછી જ મળતી હતી અને વાલીને એ શરતે ટેક્સમાં છૂટ આપવામાં આવતી હતી કે, તેમના મૃત્યુ પછી જ દિવ્યાંગને પેન્શનના પૈસા મળશે.

પરંતુ દિવ્યાંગો હવે, તેમના વાલીના જીવનકાળ દરમિયાન પણ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાંથી એન્યુઈટી અથવા લમ્પ-સમ રકમ ઉપાડી શકશે. પણ શરત એટલી જ છે કે, માતા-પિતા અથવા વાલી જેમણે આ પ્લાન ખરીદ્યો હોય તેમની ઉંમર 60 વર્ષથી વધારે હોવી જોઈએ. જો દિવ્યાંગનું મૃત્યુ થઈ જાય, તો તેના માતા-પિતા પણ એન્યુઈટી પ્લાનની મુદત પૂરી થાય તેની પહેલાં પૈસા ઉપાડી શકશે અને વાલીઓને આવા સંજોગોમાં પણ રકમ પર કરમુક્તિનો લાભ મળશે.

આ પણ જુઓ

જીવન વીમામાં સમજો ‘રાઇડર’નો ખેલ

આ પણ જુઓ

ગૃહિણી માટે અલગથી જીવન વીમો જરૂરી

Next Video