હવે Apple iPhone પર મળશે ટાટાનો ભરોસો, પહેલો મેક ઈન ઇન્ડિયા આઈફોન લોન્ચ થશે

|

May 16, 2023 | 5:29 PM

Appleએ ભારતમાં iPhone 15 વર્ઝન ફોન બનાવવા માટે Tata Group સાથે ભાગીદારી કરી છે. એટલું જ નહીં, Appleની આ નવી સિરીઝનો મેક ઇન ઇન્ડિયા ફોન આ વર્ષના અંતમાં લૉન્ચ થઈ શકે છે.

હવે Apple iPhone પર મળશે ટાટાનો ભરોસો, પહેલો મેક ઈન ઇન્ડિયા આઈફોન લોન્ચ થશે
Apple iPhone

Follow us on

દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે મીઠું, સોય, પ્લેન અને હવે બેંગલુરુમાં એપલના આઈફોન બનાવવાનું શરૂ કર્યું છે. હવે દેશમાં ટૂંક સમયમાં પહેલો Make in India phone લોન્ચ થશે. એક રિપોર્ટ અનુસાર એપલે ભારતમાં iPhone 15 વર્ઝન ફોન બનાવવા માટે ટાટા ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. એટલું જ નહીં, Appleની આ નવી સિરીઝનો મેક ઇન ઇન્ડિયા ફોન આ વર્ષના અંતમાં લૉન્ચ થઈ શકે છે. અગાઉ Foxconn, Pegatron અને Luxshare જેવી કંપનીઓ ભારતમાં iPhones એસેમ્બલ કરતી હતી, પરંતુ હવે Tata Group પણ આ રેસમાં જોડાઈ ગયું છે.

આ પણ વાંચો: ભારતમાં બનશે એપલનું ‘મિની આઈફોન સિટી’, 50 હજારથી વધુ લોકોને મળશે રોજગાર

ટાટા ગ્રુપ ભારતમાં એપલનો આઈફોન બનાવનારી ચોથી કંપની હશે. ટાટા ગ્રૂપે વિસ્ટ્રોનની ભારતીય ઉત્પાદન લાઇનનું સંપાદન પૂર્ણ કર્યું છે, જ્યાં ફોનના iPhone 15 વર્ઝનને એસેમ્બલ કરવામાં આવશે. ટાટા ગ્રૂપે કંપનીની પ્રોડક્ટ લાઈન હસ્તગત કરી છે, તેથી તે ભારતમાં આઈફોન ઉત્પાદન માટે નવા કરાર ભાગીદાર બનશે. તાઈવાની કંપની વિસ્ટ્રોનનો બેંગ્લોરની બહાર નરસાપુરામાં પ્લાન્ટ છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

કંપની ચીન પર નિર્ભરતા ઘટાડવા માંગે છે

ટાટા જૂથ ભારતમાં Apple માટે iPhone 15 અને 15 Plusનો એક નાનો ભાગ એસેમ્બલ કરશે. Apple તેના 2023 iPhone મોડલમાંથી માત્ર 5 ટકા જ એસેમ્બલ કરશે. જ્યારે બાકીની કંપનીઓ – ફોક્સકોન, લક્સશેર અને પેગાટ્રોનનો તેમાં પ્રાથમિક હિસ્સો હશે. એપલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. એટલા માટે એપલ ભારતમાં એપલનો આઈફોન બનાવવાનો આગ્રહ કરી રહી છે.

એસેમ્બલ કરવાથી ડબલ ફાયદો થશે

એપલે ચીનને બદલે ભારતને પસંદ કર્યું છે. તેનું કારણ એ છે કે ભારતમાં સ્માર્ટફોનનું મોટું માર્કેટ છે. ઉપરાંત, ભારત ટેકનોલોજી ક્ષેત્ર તરીકે વિકાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતમાં iPhone 15નું એસેમ્બલ કરવાથી બેવડો ફાયદો થઈ શકે છે. Apple iPhone 15 સીરિઝ અમેરિકન કંપની Apple દ્વારા આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

ફોક્સકોન તેલંગાણામાં રૂ. 4,116 કરોડનું રોકાણ કરશે

Appleની સપ્લાયર ફોક્સકોન તેલંગાણામાં લગભગ રૂ. 4,116 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તેલંગાણાના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર કે.ટી. રામારાવે જાહેરાત કરી છે કે Appleની પ્રોડક્ટ નિર્માતા કંપની ફોક્સકોન તેલંગાણામાં $500 મિલિયનનું રોકાણ કરશે અને ફોક્સકોનનો પ્લાન્ટ હૈદરાબાદ નજીક રંગારેડ્ડી જિલ્લામાં કોંગર કલાન ખાતે સ્થાપવામાં આવશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article