TATAએ તૈયાર કરેલા ક્વિક રિએક્શન ફાઈટીંગ વ્હીકલ ભારતીય સૈન્યમાં શામેલ કરાયા, જુઓ સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતો વીડિયો

|

Jul 27, 2022 | 6:53 AM

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2018-19 થી 2021-22 સુધીના છેલ્લા ચાર વર્ષમાં સ્વદેશી સંરક્ષણ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી પહેલોને પરિણામે સંરક્ષણ માટે ખરીદી કરવામાં આવી છે.

TATAએ તૈયાર કરેલા ક્વિક રિએક્શન ફાઈટીંગ વ્હીકલ ભારતીય સૈન્યમાં શામેલ કરાયા, જુઓ સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતો વીડિયો
TASL delivers the Quick Reaction Fighting Vehicle to the Indian Army

Follow us on

ભારતીય ઉદ્યોગ સમૂહ TATA Group ની  કંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TATA ADVANCED SYSTEMS LIMITED – TASL) એ સોમવારે સ્વદેશી રીતે વિકસિત ક્વિક રિએક્શન ફાઈટીંગ વ્હીકલ-મીડિયમ (Quick Reaction Fighting Vehicle – QRFV) ભારતીય સેના(Indian Army)ને સુપરત કર્યા છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘TASL એ ભારતીય સેનાને સફળતાપૂર્વક QRFV પહોંચાડ્યું છે.’ વધુમાં ઉમેર્યું હતું કે આ વાહનને સામેલ કરવાથી ભવિષ્યના સંઘર્ષમાં ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતામાં વધારો થશે. સંરક્ષણ ક્ષેત્રે ભારતીય કંપનીઓ માત્ર સ્વદેશી જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરી રહી નથી પરંતુ અન્ય દેશોમાં પણ પોતાની પકડ મજબૂત કરી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

સ્વદેશી સંરક્ષણ ઉપકરણોથી જોશમાં વધારો

અગાઉ સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી નીતિગત પહેલ કરી છે. આ હેઠળ દેશમાં સંરક્ષણ ઉપકરણોના સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા સુધારાઓ રજૂ કરવામાં આવ્યા છે જેથી સ્વદેશી સંરક્ષણ સાધનોના ઉત્પાદનને વિસ્તૃત કરી શકાય.

વિદેશી ખરીદીમાં ઘટાડો

રાજ્યસભામાં એક લેખિત જવાબમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2018-19 થી 2021-22 સુધીના છેલ્લા ચાર વર્ષમાં સ્વદેશી સંરક્ષણ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી પહેલોને પરિણામે સંરક્ષણ માટે ખરીદી કરવામાં આવી છે. ખર્ચ કુલ ખર્ચના 46 ટકાથી ઘટાડીને 36 ટકા કરવામાં આવ્યો છે.

QRFV સેનામાં સમાવાયું

એપ્રિલમાં આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ QRFVનો પ્રથમ સેટ સામેલ કર્યો હતો. સંરક્ષણ પ્રકાશનમાં આર્મી ચીફે QRFV, ઇન્ફન્ટ્રી પ્રોટેક્ટેડ મોબિલિટી વ્હીકલ (IPMV), TASL દ્વારા વિકસિત અલ્ટ્રા લોંગ રેન્જ ઓબ્ઝર્વેશન સિસ્ટમ અને ભારત ફોર્જ દ્વારા વિકસિત મોનોકોક હલ મલ્ટી-રોલ માઇન-પ્રોટેક્ટેડ આર્મર્ડ વ્હીકલનો સમાવેશ કર્યો હતો.

65 ટકાથી વધુ ખરીદી

સંરક્ષણ મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષના અંતે કુલ બજેટના 65.50 ટકા ભારતીય ઉદ્યોગ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય ઉદ્યોગે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સરકાર તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર કરી રહી છે. ઉદ્યોગ પણ સતત નવી ટેક્નોલોજી પર આગળ વધવા માટે પ્રયત્નશીલ છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતીય કંપનીઓ માત્ર સ્વદેશી જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરી રહી નથી પરંતુ અન્ય દેશોમાં પણ પોતાની પકડ મજબૂત કરી રહી છે.

Published On - 6:53 am, Wed, 27 July 22

Next Article