ટાટા ટેક્નોલોજીસના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ, નિષ્ણાંતો અનુસાર ઈશ્યુ કરી શકે છે માલામાલ

|

Nov 16, 2023 | 10:30 AM

ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલીજીસના આઇપીઓને લઈ એક મોટું અપડેટ આવ્યું છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ટાટા ટેકના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

ટાટા ટેક્નોલોજીસના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ, નિષ્ણાંતો અનુસાર ઈશ્યુ કરી શકે છે માલામાલ
Image Credit source: Social Media

Follow us on

ટાટા ગ્રુપની કંપની ટાટા ટાટા ટેક્નોલોજીસના આઇપીઓને લઈ એક મોટું અપડેટ આવ્યું છે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ટાટા ટેકના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

કંપનીનો IPO 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ટાટા ટેકના આઈપીઓ પર નિષ્ણાંતોએ સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નિષ્ણાતોએ  કહ્યું છે કે રોકાણકારોએ  ટાટા ટેકના આઈપીઓમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.

ટાટા ટેક દ્વારા ફાઇનલ કરાયેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) મુજબ, ટાટા ટેક્નોલોજીસની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 15% રજૂ કરતા 6,08,50,278 શેર IPOમાં ઓફર કરવામાં આવશે. IPO હેઠળ, ટાટા મોટર્સ 11.4% હિસ્સો વેચશે, ખાનગી ઇક્વિટી ફર્મ આલ્ફા TC હોલ્ડિંગ્સ 2.4% હિસ્સો વેચશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 1.2% હિસ્સો વેચશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ટાટા મોટર્સે જણાવ્યું કે 22 નવેમ્બરે તેનો આઇપીઓ રોકાણ માટે ખુલશે અને 24 નવેમ્બર 2023ના રોજ રોકાણની તક પૂર્ણ થશે.ટાટા ટેક્નોલીજીસના આઇપીઓના લીડ બુક મેનેજર જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બોફા સિક્યોરિટીઝ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા હશે.

નિષ્ણાંતો અનુસાર ટાટા ગ્રુપના આ IPOને લઈને તેજીની આશા સેવાઈ રહી છે.

ટાટા ટેક્નોલોજીસ કંપનીનો વ્યવસાય શું છે?

ટાટા ટેક્નોલોજીસ કંપનીની રચના 33 વર્ષ પહેલા થઈ હતી. ટાટા ટેક્નોલોજીસ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપની ઓટોમોટિવ, ઔદ્યોગિક હેવી મશીનરી અને એરોસ્પેસ ક્ષેત્રોને પણ સેવાઓ પૂરી પાડે છે. આ સિવાય કંપની મોટાભાગે બિઝનેસ માટે ટાટા ગ્રૂપ પર નિર્ભર છે, જેમાં ખાસ કરીને ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર કંપનીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ કંપનીના મુખ્ય સ્પર્ધકો  Cyient, Infosys, KPIT Technologies, Persistent છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

આ પણ વાંચો : શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત, સેન્સેક્સ 65665 પર ખુલ્યો અને નિફટી 19650 નીચે સરક્યો

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:18 am, Thu, 16 November 23

Next Article