
સ્વિગી માટે સારી વાત એ છે કે કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું છે. કંપનીના ત્રિમાસિક પરિણામો અનુસાર, નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખોટ રૂ. 625.50 કરોડ રહી છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીને રૂ. 657નું નુકસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 30 ટકા વધી છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીની કુલ આવક રૂ. 3601.45 કરોડ હતી. ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 2763.33 કરોડ રૂપિયા હતી.
