Dhinal Chavda |
Nov 06, 2024 | 12:53 PM
Swiggy IPO latest gmp: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના IPOની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ IPO આવતીકાલથી એટલે કે 6 નવેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે.રોકાણકારોને 8 નવેમ્બર સુધી સટ્ટો લગાવવાની તક મળશે. જોકે, ગ્રે માર્કેટમાં IPO પ્રીમિયમ સુસ્ત દેખાય છે.
સ્વિગીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અનલિસ્ટેડ માર્કેટમાં 3% અથવા રૂ.12-13 છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 371 રૂપિયાથી 390 રૂપિયાની વચ્ચે છે. જો આપણે અપર પ્રાઇસ બેન્ડ પર નજર કરીએ તો શેરનું લિસ્ટિંગ રૂ. 400ને પાર કરી રૂ. 410 સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે IPOના એક લોટમાં ઓછામાં ઓછા 38 ઈક્વિટી શેર માટે બિડ લગાવી શકાય છે. IPOમાં રૂ. 4,499 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને ઓફર ફોર સેલ હેઠળ 175,087,863 ઇક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, જેફરીઝ ઈન્ડિયા, એવેન્ડસ કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા, બોફા સિક્યોરિટીઝ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ સ્વિગી આઈપીઓના બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ આઈપીઓ રજિસ્ટ્રાર છે.
સ્વિગી તેના અગાઉના $15 બિલિયનના લક્ષ્યની સરખામણીએ $11.3 બિલિયનના નીચા વેલ્યુએશન પર IPO ઓફર કરી રહી છે. બજારમાં વર્તમાન અસ્થિરતા અને હ્યુન્ડાઈ ઈન્ડિયાની નિરાશાજનક શરૂઆતને કારણે કંપની દ્વારા વેલ્યુએશનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. વર્ષ 2022માં સ્વિગીનું મૂલ્ય $10.7 બિલિયન હતું. આ તે સમય હતો જ્યારે કંપનીએ જાન્યુઆરી 2022માં અમેરિકન એસેટ મેનેજર ઇન્વેસ્કો સહિત અન્ય કંપનીઓ પાસેથી $700 મિલિયન એકત્ર કર્યા હતા.
મનોરંજન અને રમતગમતની દુનિયાની ઘણી હસ્તીઓએ સ્વિગીમાં પોતાનો દાવ લગાવ્યો છે. જેમાં પ્રખ્યાત ક્રિકેટર રાહુલ દ્રવિડ અને ઝહીર ખાન, ટેનિસ સ્ટાર રોહન બોપન્ના, નિર્દેશક અને નિર્માતા કરણ જોહર અને આશિષ ચૌધરી સામેલ છે.