Surat : દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા નવા વેરિઅન્ટની કોઇ અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર નહીં પડે

|

Nov 27, 2021 | 5:19 PM

મોટા ભાગે હવે રફ ડાયમંડની ઓન લાઇન હરાજી થાય છે અને ડીટીસી દ્વારા તેમજ અન્ય માઇન દ્વારા રફ ડાયમંડનો સ્ટોક ઓછો ન પડે તેના માટે પ્રયાસો કરાતા હોય છે.

Surat : દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા નવા વેરિઅન્ટની કોઇ અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર નહીં પડે
Diamond

Follow us on

દિવાળી (Diwali )બાદ પણ વૈશ્વિક બજારમાં હીરાની(Diamond ) માગ વધવાને કારણે રફ ડાયમંડના વધતા દર સામે પોલિશ્ડ ડાયમંડના દરમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે રફના વધેલા દરના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગકારોને આંશિક રાહત મળી છે. દિવાળી પહેલા, ખાણકામ કંપનીઓએ મોટા અને પાતળા કદના હીરા માટે ઉપયોગમાં લેવાતા રફના દરમાં 30 ટકા સુધીનો વધારો કર્યો હતો.આવી સ્થિતિમાં ઉત્પાદનની સારી સ્થિતિ હોવા છતાં ઔદ્યોગિક એકમોની આવકમાં 25 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓનું કહેવું છે કે રફ મોંઘા હોવાને કારણે મર્યાદિત કંપનીઓ પાસે પૂરતો સ્ટોક છે. જેની સીધી અસર પોલિશ્ડ ડાયમંડના ભાવ પર જોવા મળી રહી છે. શુક્રવારે, હીરાની વૈશ્વિક બજારમાં કિંમત નક્કી કરતી કંપનીએ વિવિધ ગુણવત્તામાં 10 ટકા સુધીનો વધારો કર્યો હતો. જેના કારણે રફના ભાવ વધારાનો સામનો કરી રહેલા ઉદ્યોગકારોને રાહત મળશે.

આ સંદર્ભમાં જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલા રફ હીરાના ભાવમાં જે વધારો થયો હતો તે હજુ પણ યથાવત છે. રફ હીરાના દરમાં 30%ના વધારાની સામે, પોલિશ્ડ હીરાના દરમાં 10%નો વધારો થયો છે. હીરાની ખાણકામ કરતી કંપનીઓ દ્વારા સાઇટ ધારકોને રફ હીરાના સપ્લાય માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેમાં રફની વધુ બેચ સાઇટ ધારકો સુધી પહોંચે તે માટે એવા સુધારા કરવાની તૈયારીઓ પણ જણાવવામાં આવી છે. આ નવી પોલિસીની જાહેરાતની અસર રફ ડાયમંડના દર પર પડી શકે છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા નવા વેરિઅન્ટની કોઇ અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર નહીં પડે.

દક્ષિણ આફ્રીકાના બોટસવાનામાંથી રફ ડાયમંડનો મોટો જથ્થો સુરત શહેરમાં ડીટીસી મારફત તેમજ ખાનગી માઇન કંપનીઓ દ્વારા પુરો પાડવામાં આવે છે. આવા સંજોગોમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ દેખાતા હીરા ઉદ્યોગકારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે, કોરોનાના નવા વેરિઅન્ટની કોઇ અસર સ્થાનિક હીરા ઉદ્યોગ ઉપર પડશે નહીં.

કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં પણ સુરતના હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડની કોઇ અછત સર્જાઇ ન હતી તેમજ કારોબાર રાબેતા મુજબ ચાલતો રહ્યો હતો. મોટા ભાગે હવે રફ ડાયમંડની ઓન લાઇન હરાજી થાય છે અને ડીટીસી દ્વારા તેમજ અન્ય માઇન દ્વારા રફ ડાયમંડનો સ્ટોક ઓછો ન પડે તેના માટે પ્રયાસો કરાતા હોય છે. સુરતનો તૈયાર હીરાનો 70 ટકા વેપાર અમેરિકા સાથે છે એટલે આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિઅન્ટની કોઇ અસર હીરા ઉદ્યોગ પર નહીં પડે.

Next Article