Surat પોલિયેસ્ટર ચેઈનમાં 12 ટકા જીએસટી(GST) દર રાખવાના નિર્ણયનો ફોગવા(Fogva ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને જો તેનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
કાપડ ઉધોગની વિવિધ સમસ્યાઓને લઈને ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ફોગવાની એક બેઠક મળી હતી. જેમાં વીવર્સની વિવિધ સોસાયટીઓના પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોના મહામારી બાદ કાપડ ઉધોગ ધીમે ધીમે થાળે પડી રહ્યો છે.
આવી સ્થિતિમાં તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની બેઠકમાં 1 જાન્યુઆરી, 2022થી પોલિયેસ્ટર ચેઈનમાં એક સમાન જીએસટીનો 12 ટકાના દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી કાપડ ઉધોગને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ફોગવાની આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ મુદ્દે સરકારને રજુઆત કરવામાં આવશે. કારણ કે આ દર લાગુ થવાથી વીવર્સને વાર્ષિક 1200 કરોડનો ફટકો પડે તેવી સંભાવના છે.
આગામી દિવસમાં સરકારને તેની રજુઆત કરવામાં આવશે અને છતાં પણ જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. જોકે આ બેઠકમાં હવે વીવર્સની એક અલગ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે કાપડ ઉધોગની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ત્યારે બજારમાં ચીટર ગેંગ પણ કાર્યરત થઇ છે.
જેના કારણે વેપારીઓ સાથે છેતરપિંડીના બનાવો વધ્યા છે અને ઉઠમણાં પણ આયોજનબદ્ધ રીતે થઇ રહ્યા છે. ત્યારે હવે આ અંગે ફોગવા દ્વારા એક લીગલ કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દસ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ચીટર ગેંગ અને ઉઠમણાં રોકવા સંદર્ભે કાર્યવાહી કરશે.
આ બેઠકમાં ફોગવાના પ્રમુખે જણાવ્યું હતું કે કાપડ બજારમાં ચીટર ગેંગ સક્રિય છે. સાથે જ તેમાં ઘણા દલાલો જોડાયા છે. જેની યાદી ફોગવા પાસે તૈયાર છે. અને આ અંગે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજુઆત કરવામાં આવશે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :