Surat Diamond News: સુરત(Surat ) અને રશિયા(Russia ) વચ્ચે હવે હીરાનો વેપાર વધારે મજબૂત થાય તેવો રસ્તો ખુલ્લો થયો છે. રશિયન માઇંનિંગ કંપનીઓ હવે રફ ડાયમંડનું(Ruff Diamod ) વેચાણ સીધું સુરત જ આવીને કરે તેવી શક્યતા મજબૂત બની છે. રશિયાના યાકુતિયા અને ગુજરાત વચ્ચે ઉધોગોના વિવિધ ક્ષેત્રોમાં સહ ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવા માટે રાઉન્ડ ટેબલ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને સખા યાકુતિયાના વડા આઇસેન નિકોલવા, રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી, ઇન્ડસ્ટ્રીયલ કમિશનર, એમએસએમઈ કમિશ્ર સહિતના પદાધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ, સીરામીક, ટિમ્બર અને ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરમાં સાથ સહકારની ઉત્સુકતા બતાવી છે.
વર્ષ 2019માં યોજાયેલી આ પ્રકારની ઇસ્ટર્ન ઇકોનોમિક ફોર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રિજિયોનલ કોલબ્રેશનના સહયોગ પર ભાર મુક્યો હતો. જેમાં ગુજરાત અને સખાયા વચ્ચે બિઝનેસ કો ઓપરેશનના કરાર પણ થયા હતા. તે જ પ્રમાણે ગુરજતમાં સહ ભાગીદારીથી વેપાર કરવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.
જીજેઇપીસી ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે સુરતમાં જીજેઇપીસી(GJEPC ) દ્વારા ડાયમંડ ટ્રેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રફ ડાયમંડ માઇનિંગ માટે હાલ રશિયા સૌથી અગ્રેસર છે. ત્યારે ત્યાંની માઇનિંગ કંપનીઓ પણ હવે સુરત આવીને રફ હીરાનું સીધું વેચાણ અહીં કરી શકે તેવા સંકેતો ઉભા થયા છે. વર્ષ 2014માં પણ સુરતની 12 મોટી મોટી કંપનીઓને રફ હીરાની સપ્લાય માટે રશિયા સાથે 2 બિલિયન ડોલરનો એમઑયું થયો હતો.
તે જ પ્રમાણે ભવિષ્યમાં પણ રશિયા સાથે રફ ડાયમંડને લઈને વેપાર આગળ વધે તે માટે માઇનિંગ કંપની ધરાવતા સખા યાકુતિયાના વડાને રજુઆત કરવામાં આવી છે.સુરત શહેરમાં હવે રફ ડાયમંડના વેચાણ માટેનું ઓક્શન હાઉસ ખુલી ગયું છે અને વિશ્વની નામાંકિત કંપનીઓ રફ ડાયમંડનું સીધું વેચાણ સુરતમાં આવીને કરી શકે તે પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.
હવે રશિયાની કંપનીઓ સુરતમાં આવીને નાના વેપારીઓને પણ સીધું જ રફ ડાયમંડનું વેચાણ કરી શકે અને તેના માટે હવે આ કંપનીઓએ આગળ આવવાની તૈયારી બતાવી છે.
આ પણ વાંચો : Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે