Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા

|

Oct 14, 2021 | 6:51 AM

કોરોના દરમિયાન, અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટી ગઈ હતી, પરંતુ હવે  જયારેબજાર ફરી વેગ પકડી રહ્યું છે. હવે અમેરિકાથી ઓર્ડર આવવા લાગ્યા છે. ત્યાંની સરકારે કોરોના દરમ્યાન લોકોને આર્થિક મદદ કરી હતી. આ પછી, ત્યાંની પરિસ્થિતિ સુધરી હતી. અને હવે છેલ્લા છ મહિનાથી કટ અને પોલિશ્ડ હીરા સાથેના દાગીનાની માંગ વધવા પામી છે.

Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા
Surat: As the demand for diamond studded items increases, Surat benefits

Follow us on

ડાયમંડ જ્વેલરી(Diamond Jwellery ) અને કટ-પોલિશ્ડ ડાયમંડ માટે ભારતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, આ દિવસોમાં અમેરિકામાં ડાયમંડ જ્વેલરીની સારી માંગ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભારતમાંથી નિકાસ પણ વધી છે. અમેરિકામાં ડાયમંડ સ્ટેટેડ ઘડિયાળ અને અન્ય ડાયમંડ સ્ટડેડ વસ્તુઓની માંગને કારણે સુરતના જ્વેલર્સને(Surat ) મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે.

કોરોનાના સમય પહેલા , સુરતમાંથી દર મહિને આ પ્રકારની જ્વેલરીની લગભગ 500 જેટલી વસ્તુઓ નિકાસ થતી હતી, જે હવે વધીને લગભગ 5000 સુધી પહોંચી ગઈ છે. હીરાના વેપારીઓના કહ્યા અનુસાર, કોરોના પછી અમેરિકામાં આવા દાગીનાની માંગ વધી છે. જેમાં પણ હિપ-હોપ જ્વેલરીની માંગ વધી છે. જેમાં પણ ઘડિયાળ અને વિવિધ વસ્તુઓ પર ડાયમંડ લગાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. ત્યાંથી ડિઝાઇન આપીને ઓર્ડર આપવામાં આવે છે. જયારે સુરતના જવેલર્સ તે ડિમાન્ડ પ્રમાણે તૈયાર કરી આપે છે.

સુરતમાં કોરોના પહેલા 300 હીરા એકમો હતા, જે હવે વધીને 500 જેટલા થઇ ગયા છે.
કોરોના દરમિયાન, અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટી ગઈ હતી, પરંતુ હવે  જયારે બજાર ફરી વેગ પકડી રહ્યું છે. હવે અમેરિકાથી ઓર્ડર આવવા લાગ્યા છે. ત્યાંની સરકારે કોરોના દરમ્યાન લોકોને આર્થિક મદદ કરી હતી. આ પછી, ત્યાંની પરિસ્થિતિ સુધરી હતી. અને હવે છેલ્લા છ મહિનાથી કટ અને પોલિશ્ડ હીરા સાથેના દાગીનાની માંગ વધવા પામી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સુરતમાં પણ કોરોના બાદ ડાયમંડ જ્વેલરીનો ધંધો ખીલ્યો છે. કોરોના દરમિયાન મુંબઈમાં હીરાનો ધંધો સંપૂર્ણ બંધ હોવાને કારણે, હીરા ઉદ્યોગસાહસિકોને મળેલા ઓર્ડર સમયસર પૂર્ણ થઈ શક્યા નથી. આ માટે હવે હીરા ઉદ્યોગકારોએ સુરતમાં પણ તેમના કારખાના શરૂ કર્યા છે. જેમાના ઘણા એકમો સચિનની નજીકના વિસ્તારમાં છે અને જયારે બીજા કતારગામ અને વરાછા વિસ્તારમાં છે.

ડાયમંડ જવેલરી એસોસિયેશનના અગ્રણી જયંતી સાવલિયાના જણાવ્યા પ્રમાણે કોરોના પછી, લોકો ચીનનું ઓપશન શોધી રહ્યા છે. અમેરિકામાં, ચીનથી આયાત કરેલા ઘરેણાં પર 22% ડયૂટી લાદ્યા બાદ હવે વિદેશી બાયર્સ ભારત તરફ વળ્યા છે. કોરોના પછી, 200 નવા જ્વેલરી મેન્યુફેક્ચર્સ સુરત આવ્યા છે. અમેરિકામાં રોલેક્સ જેવી કિંમતી ઘડિયાળો પર કિંમતી હીરા અને જ્વેલરી લગાવવાના ક્રેઝને કારણે સુરતમાંથી તેની નિકાસ વધી છે. કોરોના પછી અમેરિકામાં જ્વેલરીની ડિમાન્ડ વધી છે. આવી ઘડિયાળોની કિંમત રૂપિયા 10 લાખથી શરૂ થાય છે.

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

 

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

Next Article