
કોરોનાકાળમાં ઈ કોમર્સ કંપનીઓની બોલબાલા વધી છે. ઓનલાઈન રિટેલ કારોબારમાં એમેઝૉન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સના જિયો માર્ટને ટક્કર આપવા ટાટા ગ્રુપ ઑનલાઈન ગ્રોસરી સ્ટોર બિગ બાસ્કેટમાં મોટુ રોકાણ કરવા જઈ રહ્યું છે. સૂત્રો અનુસાર ટાટા ગ્રુપ બિગ બાસ્કેટમાં 20 ટકા સુધી ભાગીદારી ખરીદી શકે છે. ચાલુ મહિનામાં આ બાબતે સત્તાવાર જાહેરાત પણ થઈ જાય તેમ લાગી રહ્યું છે. બિગ બાસ્કેટમાં મોટુ રોકાણકાર ચીનના અલીબાબા ગ્રુપનું છે, જે બાદ હવે ટાટા જૂથ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા જઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બિગ બાસ્કેટ સાથે ટાટા સાથેની ડીલ ઓક્ટોબરના અંત સુધીમાં ફાઈનલ થવાની સંભાવના છે. બિગ બાસ્કેટે વિકાસ માટે મૂડી એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 1,465 કરોડ રૂપિયાથી વધીને 3,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનું કંપનીનું લક્ષયાંક છે. કંપનીનું valuation 33% થી 2 અબજ ડોલર અને ભારતીય મુદ્રામાં 14,650 કરોડ રૂપિયા થઈ જશે. બિગ બાસ્કેટમાં ચીનની અલીબાબા ગ્રુપનું મોટું રોકાણ છે. 200 મિલિયન ડૉલર એકઠા કરવા માટે બિગ બાસ્કેટ ટાટા ગ્રુપ ઉપરાંત સિંગાપુરની સરકારી કંપની ટીમસેક અને અમેરિકી કંપની Generation Investment Management સાથે પણ વાતચીત કરી રહ્યું છે. બિગ બાસ્કેટે ફંડ એકઠા કરવા માટે Goldman Sachs અને Morgan Stanley ની ફંડ મેનેજર તરીકે નિયુકતી કરી છે. વર્ષ 2019માં સાઉથ કોરિયાઈ કંપની Mirae Asset, બ્રિટિશ કંપની CDC Group અને ચીનના અલીબાબાથી 150 મિલિયન ડૉલર પ્રાપ્ત કર્યા હતા.
ટાટા દ્વારા બિગ બાસ્કેટમાં રોકાણના અહેવાલ ત્યારે સામે આવી રહ્યા છે, જ્યારે ટાટા ટૂંક સમયમાં તેની ઓનલાઈન રિટેઇલ સુપર એપ લૉન્ચ કરવા જઈ રહી છે. ટાટાનો કન્સેપટ છે કે યૂઝર્સને એક જ પ્લેટફૉર્મ પર ઑનલાઈન શૉપિંગથી લઈને ફૂડ અને ગ્રોસરી, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ઈલેક્ટ્રૉનિક્સ ઉપકરણ, ફેશન અને લાઇફસ્ટાઈલની સાથે અજ્યુકેશન, બિલ પેમેન્ટ અને હેલ્થકેર સુધીની સુવિધા ઉપલબ્ધ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:05 pm, Thu, 15 October 20