દેશના સૌથી ધનિક કારોબારી Mukesh Ambani ક્યાં માપદંડના આધારે વારસાની વહેંચણી કરશે? જાણો રસપ્રદ માહિતી
વિશ્વના 11મા સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના સામ્રાજ્યની 16 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની સંપત્તિ આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે.
1 / 7
Mukesh Ambani
2 / 7
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries )ની સ્થાપના ધીરુભાઈ અંબાણી(Dhirubhai Ambani)એ કરી હતી. ધીરુભાઈના લગ્ન 1955માં કોકિલાબેન સાથે થયા હતા. તેમને બે પુત્રો મુકેશ-અનિલ અને બે પુત્રીઓ દીપ્તિ અને નીના છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈના અવસાન બાદ દેશના સુધી ધનિક પરિવારની મિલ્કતની વહેંચણીને લઈ વિવાદ સામે આવ્યો હતો
3 / 7
આકાશ અંબાણી(Akash Mukesh Ambani)એ 2014 માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. તે પછી તેઓ પારિવારિક વ્યવસાયમાં જોડાયા છે. જિયો પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, સાવન મીડિયા, જીઓ ઈન્ફોકોમ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.
4 / 7
ઈશા અંબાણી(Isha Mukesh Ambani)એ યેલ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો છે. 2015 માં કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા છે. જીઓ પ્લેટફોર્મ્સ, જીઓ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સામેલ છે. ઈશાએ ડિસેમ્બર 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા.
5 / 7
અનંત અંબાણી(Anant Mukesh Ambani)એ બ્રાઉન યુનિવર્સિટી યુએસએમાંથી અભ્યાસ કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી, રિલાયન્સ O2C જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ છે.
6 / 7
7 / 7
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ફોર્ચ્યુન 500 કંપની છે . કંપની વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત છે . RIL દેશનું સૌથી મોટું કોર્પોરેશન પણ છે. ટેક્સટાઇલ અને પોલિએસ્ટરથી શરૂ કરનાર કંપનીનીનું સામ્રાજ્ય ઊર્જા,રિટેઇલ, મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધી ફેલાયેલુ છે. રિલાયન્સનું સામ્રાજ્ય આજે 217 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 16 લાખ કરોડનું છે.
Published On - 6:04 am, Tue, 11 January 22