STOCKS: લાંબા ગાળે આ પાંચ શેર આપી શકે છે જબરદસ્ત રિટર્ન, તપાસી લો છે આપનાં પોર્ટફોલિયોમાં?

શુક્રવારે પ્રોફિટ બુકિંગ(PROFIT BOOKING) અને નબળા વૈશ્વિક સંકેતોને શેરબજાર(STOCK MARKET) નુકશાન દર્જ કરી બંધ થયા છે. ટેલિકોમ સિવાય બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.

STOCKS: લાંબા ગાળે આ પાંચ શેર આપી શકે છે જબરદસ્ત રિટર્ન, તપાસી લો છે આપનાં પોર્ટફોલિયોમાં?
Stock Market
| Edited By: | Updated on: Jan 17, 2021 | 1:09 PM

શુક્રવારે પ્રોફિટ બુકિંગ(PROFIT BOOKING) અને નબળા વૈશ્વિક સંકેતોને શેરબજાર(STOCK MARKET) નુકશાન દર્જ કરી બંધ થયા છે. ટેલિકોમ સિવાય બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. બજાર વિશ્લેષકો એવી અપેક્ષા રાખે છે કે શેરબજાર વર્ષ 2020 ની જેમ 2021 માં તેજીમાં રહેશે. ગભરાટમાં ન આવવા તેઓ સલાહ આપે છે. ઘણા શેર્સ એવા છે કે જે લાંબા ગાળે રોકાણકારોને 10% થી 33% વળતર આપી શકે છે. એક નજર કરીએ આવા 5 મજબૂત સ્ટોક્સ તરફ

Granules India
ફાર્મા કંપની ગ્રાન્યુલ્સ ઇન્ડિયાને હાલમાં તેનો શેરનો ભાવ રૂ 357.40 છે. આ કંપની લાંબા ગાળાના એટલે કે 2023 સુધીમાં રોકાણકારોને 33% વળતર આપી શકે છે. કંપનીને નાણાકીય વર્ષ2020-23 વચ્ચે 32% CAGRની અપેક્ષા છે.

Mahanagar Gas
મહાનગર ગેસ લિમિટેડના શેરોના ભાવ હાલમાં 1090 રૂપિયા છે. કંપની વર્ષ 2022-23 સુધીમાં તેના રોકાણકારોને 26% વળતર આપી શકે છે. કંપનીના વોલ્યુમ અને માર્જિનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

KEC International
હાલમાં શેર રૂ.354 પર ટ્રેડ કરી રહ્યો છે. કંપની પાસે આગામી વર્ષ સુધીમાં તેના રોકાણકારોને 23% વળતર આપવાની ક્ષમતા છે. નાણાકીય વર્ષ-2021 માં આ કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે જે ચાલુ રહેવાની સંભાવના છે. એપ્રિલ 2020 થી કંપનીના શેરમાં અત્યાર સુધીમાં 100% થી વધુનો વધારો થયો છે.

Cholamandalam Investment
હાલમાં કંપનીના શેરોની કિંમત 423.85 રૂપિયા છે. કંપની લાંબા ગાળે રોકાણકારોને 22% વળતર આપી શકે છે. નાણાકીય વર્ષ 2222-23 વચ્ચે કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ ગ્રોથ (AUM) 25% રહેવાની ધારણા છે

HCL Technologies 
એચસીએલ ટેકનોલોજીઓ આગામી વર્ષમાં તેના રોકાણકારોને 21% સુધી વળતર આપી શકે છે. કંપનીના ઘણા ઓર્ડર પાઇપ લાઇનમાં છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ખર્ચ કરવાથી કંપનીના વિકાસમાં મદદ મળશે અને તેના ચૂકવણીનો ગુણોત્તર પણ વધશે.

 

નોંધ :- અહેવાલનો હેતુ માત્ર આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ પૂર્વે આપના આર્થિક સલાહકારની મદદ અચૂક લેવી. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ.

 

આ પણ વાંચો: Bollywood: બોલિવૂડની 25 એવી ફિલ્મો જે સાબિત થઈ છે સુપર ફ્લોપ