vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

|

Feb 04, 2022 | 1:11 PM

vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ બનાવનારી કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ

vedant fashions ipo: માન્યવર બ્રાન્ડ કંપનીનો IPO આજથી લોન્ચ, જાણો શું છે ગ્રે માર્કેટ
vedant fashions ipo today on 4 february 2022 issue price rs 866 should you invest

Follow us on

Manyavar IPO: IPO ના રોકાણકારો માટે ફરી એક સારા સમાચાર છે. આજે (4 Februari) એ એથનિકવેર બ્રાન્ડ માન્યવર (Manyavar) ની પેરેન્ટલ કંપની વેદાંત ફેશન લિમિટેડ (Vedant Fashions) નો આઇપીઓ (IPO) સબસ્કિપ્શન માટે ખુલી રહ્યો છે. શેર ઇશ્યુ દ્વારા 3150 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. IPO 8 ફેબ્રુઆરી સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે

IPO પ્રાઇઝ બેન્ડ

કંપનીએ પ્રાઇઝ બેન્ડ 824-866 પ્રતિ શેર નક્કિ કર્યો છે. જ્યારે 17 શેરનો લોટ નક્કી કરવામાં આવ્યો છે. વેદાંત ફેશન આઈપીઓનું અલોટમેન્ટ 11 ફેબ્રુઆરી 2022ના થઈ શકે છો. તો કંપની 16 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થઈ શકે છે.

શું કહે છે ગ્રે માર્કેટ

IPO આજે ખુલી ગયો છે અને Vedant Fashions ના શેર ઇશ્યુ પ્રાઇઝ 866 રૂપિયાની તુલનામાં 50 રૂપિયા પ્રિમિયમ પર ટ્રેડ કરતો જોવા મળે છે. હાલના ગ્રે માર્કેટની વાત કરીએ તો શેર ઇશ્યુ પ્રાઇઝની સરખામણીએ શેર 5 ટકાના વધારા સાથે લિસ્ટ થાય તેવી શક્યતા છે.હાલ એ જોવાનુ રહ્યુ કે રોકાણકારો IPOમાં કેટલો રસ દાખવે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

3,63,64,838 ઇક્વિટી શેરના OFS

Vedant Fashions ના IPO સંપુર્ણ ઓફર ફોર સેલ (OFS) પર બેન્ડ હશે.આ રીતે પ્રમોટર અને હાલના શેરધારક 3,63,64,838 શેર વેચી પોતાની હિસ્સેદારી ઘટાડશે.નિવેશકોમાં Rhine Holdings, Kedaara Capital Alternative Investment Fund-Kedaara Capital AIF 1 અને 1 પ્રમાૉર Ravi Modi Family Trust સામીલ છે.

કંપની વિશે

ઉલ્લેખનીય છે કે વેદાંત પુરૂષોના લગ્ન અને સેલિબ્રેશન વિયર સેગમેન્ટમાં ભારતની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીની મુખ્ય બ્રાન્ડ માન્યવર બ્રાન્ડેડ વેડિંગ અને સેલિબ્રેશન વિયર માર્કેટમાં લીડિંગ છે. કંપનીની અન્ય બ્રાન્ડોમાં ત્વમેવ, મંથન, મોહે અને મેબાજ સામેલ છે. કંપનીનું એક મોટુ નેટવર્ક છે.30 જૂન, 2021 સુધીમાં, કંપની પાસે 537 વિશિષ્ટ બ્રાન્ડ આઉટલેટ્સ (EBOs)સાથે રિટેલ નેટવર્ક છે, જેમાં વૈશ્વિક સ્તરે 55 શોપ-ઇન-શોપનો સમાવેશ થાય છે. કંપનીનો અમેરિકા, કેનેડા અને UAEમાં પણ કંપનીનો સારો બિઝનેસ છે.કંપનીનો કોકસ ભારતમાં ટિયર-II અને ટિયર-III શહેરો સહિતના નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરીને તેના રિટેલ નેટવર્ક અને ઉત્પાદનની પહોંચને વિસ્તૃત કરવાનું છે.

આ પણ વાંચો: Gold price today : આજે પણ સોનું મોંઘુ થયું? જાણો દેશ વિદેશના 10 ગ્રામ સોનાના ભાવ

આ પણ વાંચો:Petrol Diesel Price Today : ક્રૂડના ભાવ 92 ડોલર નજીક પહોંચ્યા, જાણો આજે દેશમાં પેટ્રોલ – ડીઝલની કિંમતની શું છે સ્થિતિ

Next Article