Upcoming IPO : આ ત્રણ કંપનીઓના IPO આવતા અઠવાડિયે કમાણીની તક લાવશે, જાણો શું છે યોજનાઓ

|

Oct 29, 2022 | 8:10 AM

આગામી સપ્તાહે ત્રણ કંપનીઓ ઓફર લઈને આવી રહી છે. જેમાં સોમવારથી ડીસીએક્સ સિસ્ટમનું સબસ્ક્રિપ્શન શરૂ થશે. ગ્લોબલ હેલ્થ ઇશ્યૂનું સબસ્ક્રિપ્શન ગુરુવારથી શરૂ થશે.  તમે બુધવારથી ફ્યુઝન માઇક્રોફાઇનાન્સના ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરી શકશો. 

Upcoming IPO : આ ત્રણ કંપનીઓના IPO આવતા અઠવાડિયે કમાણીની તક લાવશે, જાણો શું છે યોજનાઓ
Upcoming IPO

Follow us on

આગામી સપ્તાહમાં ત્રણ આઇપીઓ રોકાણ માટેની તક લાવી રહયા છે. આ નાણાકીય વર્ષના છેલ્લા 6 મહિના ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. દિવાળીના તહેવારોની સીઝન પૂરી થયા બાદ હવે ઘણી કંપનીઓ આઇપીઓ લાવવા જઈ રહી છે.આવતું સપ્તાહ IPOમાં રોકાણ કરનારાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતા અઠવાડિયે દેશની ત્રણ મોટી કંપનીઓ બજારમાંથી નાણાં એકત્ર કરવા માટે તેમની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) લઈને આવી રહી છે. નોંધનીય છે કે આગામી સપ્તાહે ત્રણ કંપનીઓ ઓફર લઈને આવી રહી છે. જેમાં સોમવારથી ડીસીએક્સ સિસ્ટમનું સબસ્ક્રિપ્શન શરૂ થશે. ગ્લોબલ હેલ્થ ઇશ્યૂનું સબસ્ક્રિપ્શન ગુરુવારથી શરૂ થશે.  તમે બુધવારથી ફ્યુઝન માઇક્રોફાઇનાન્સના ઓફરમાં સબ્સ્ક્રાઇબ કરી શકશો.

DCX System IPO

DCX સિસ્ટમ કંપનીનો IPO આવતા સપ્તાહથી સોમવારથી ખુલવા જઈ રહ્યો છે. તે બેંગ્લોર સ્થિત કંપની છે. આમાં રોકાણકારો 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે. DCX સિસ્ટમ્સ કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 197 થી 207 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ માહિતી આપી છે કે કંપની IPO એટલે કે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી લોનની ચુકવણી કરશે. આ સાથે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પણ પૂરી કરવામાં આવશે. DCX સિસ્ટમના શેર BSE અને NSE બંને પર લિસ્ટ થશે જે 11 નવેમ્બરના રોજ યોજાવાની અપેક્ષા છે. કંપની આ IPO દ્વારા બજારમાંથી રૂ. 500 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે જેમાંથી રૂ. 400 કરોડ ફ્રેશ ઇશ્યુ દ્વારા અને રૂ. 100 કરોડ VNG ટેક્નોલોજી ઓફર ફોર સેલ દ્વારા એકત્ર કરવામાં આવશે.

Global Health IPO

સમગ્ર દેશમાં મેદાંતા બ્રાન્ડના નામથી હોસ્પિટલ ચેઈન ચલાવતી ગ્લોબલ હેલ્થ લિમિટેડનો આઈપીઓ ગુરુવારથી ખુલી રહ્યો છે. આમાં રોકાણકારો 3 નવેમ્બરથી 7 નવેમ્બર, 2022 સુધી સબસ્ક્રાઇબ કરી શકશે. જો ગ્લોબલ હેલ્થ લિમિટેડ IPO ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 500 કરોડ એકત્ર કરવા જઈ રહી છે, તો ઓફર ફોર સેલમાં પણ શેર વેચવામાં આવશે.આ IPO દ્વારા એકત્ર કરાયેલી રકમ સાથે ગ્લોબલ હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ તેના બાકી દેવાની ચૂકવણી કરશે. કંપનીનું લિસ્ટિંગ 16 નવેમ્બર, 2022 ના રોજ કંપનીના BSE અને NSE પર થશે.

અનિલ અંબાણીએ વર્ષો પછી તોડ્યો કમાણીનો રેકોર્ડ, એક વીકમાં 7,100 કરોડની કમાણી
ગુજરાતનું આ શહેર છે સૌથી ગરીબ શહેર
આ છે પાકિસ્તાનના 'અંબાણી', તમે અનિલ અંબાણીનું નામ ભૂલી જશો
જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ

Fusion Microfinance IPO

ફ્યુઝન માઇક્રોફાઇનાન્સ કંપનીનો IPO 2જી નવેમ્બર 2022ના રોજ ખુલશે. તમે આમાં 4 નવેમ્બર, 2022 સુધી પૈસા રોકી શકો છો. આ IPO દ્વારા ફ્યુઝન માઈક્રોફાઈનાન્સ કંપની બજારમાંથી રૂ. 600 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. આના દ્વારા કંપની આ પૈસા તેના દેવા અને તેના ઓપરેશનમાં ખર્ચ કરશે.

Next Article