Upcoming IPO : વર્ષ 2023માં પણ મળશે કમાણીની અઢળક તક, 89 કંપનીઓ IPO લાવશે

|

Dec 19, 2022 | 10:45 AM

Upcoming IPO : લગભગ 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપીને આશરે રૂ. 1.4 ટ્રિલિયન એકત્ર કરશે. વર્ષ 2021માં ભારતમાં કુલ 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 ટ્રિલિયન એકત્ર કર્યા હતા જ્યારે 2022માં નવેમ્બર સુધીમાં 33 કંપનીઓએ રૂ. 55,145.80 કરોડ એકત્ર કર્યા છે.

Upcoming IPO : વર્ષ 2023માં પણ મળશે કમાણીની અઢળક તક, 89 કંપનીઓ IPO લાવશે
Upcoming Ipo - 2023

Follow us on

વર્ષ 2022 માં રોકાણકારોએ ભારતીય શેરબજારમાં IPO દ્વારા ઘણા પૈસા કમાયા હતા અને હવે આગામી વર્ષ 2023 માં પણ તેમને કમાણીની વધુ તકો મળશે. નવા વર્ષની શરૂઆતમાં બજારમાં સબસ્ક્રિપ્શન માટે ઘણા IPO આવી રહ્યા છે. પ્રાઇમડેટાબેઝની માહિતી અનુસાર લગભગ 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપીને આશરે રૂ. 1.4 ટ્રિલિયન એકત્ર કરશે. વર્ષ 2021માં ભારતમાં કુલ 63 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.19 ટ્રિલિયન એકત્ર કર્યા હતા જ્યારે 2022માં નવેમ્બર સુધીમાં 33 કંપનીઓએ રૂ. 55,145.80 કરોડ એકત્ર કર્યા છે. 89 IPO ની યાદીમાં એવી કંપનીઓ છે જેમને IPO માટે સેબીની લીલી ઝંડી મળી છે અને હવે મંજૂરીની રાહ જોઈ રહી છે.

કેટલાક IPOએ મજબૂત વળતર આપ્યું હતું

કેટલાક ફંડ મેનેજરો કહે છે કે IPO એ  વર્ષોથી મદદ કરી છે. ભારતીય બજારો સમયની સાથે નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યાં છે. IDFC મ્યુચ્યુઅલ ફંડના અનૂપ ભાસ્કરે જણાવ્યું હતું કે “છેલ્લા કેટલાક વર્ષોમાં બજારો એકદમ સપાટ બની ગયા છે. હવે 2008ની જેમ HDFC જેવી બેંક શોધવી સરળ નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં IPOમાં તક વધી છે.

IPO શું છે?

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે પણ કોઈ કંપની પ્રથમ વખત જાહેર જનતાને તેના શેર ઓફર કરે છે ત્યારે તેને IPO કહેવામાં આવે છે. દેશમાં ઘણી ખાનગી કંપનીઓ સક્રિય છે જ્યારે આ કંપનીઓને ભંડોળની જરૂર હોય છે ત્યારે તેઓ પોતાને શેરબજારમાં લિસ્ટ કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દરેક કંપની શેરબજારમાં લિસ્ટ થતા પહેલા IPO લાવે છે. IPO સબસ્ક્રિપ્શન પછી, કંપની માર્કેટમાં લિસ્ટ થાય છે. આ પછી રોકાણકારો કંપનીના શેર ખરીદી અને વેચી શકે છે.

IPO  માં રોકાણ માટે વધુ ઉત્સાહ

જોકે, રોકાણકારોમાં ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે કારણ કે તે માને છે કે IPOમાં લાંબો સમય મજબૂત વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ IPOમાં રોકાણ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી રહી છે. ઘણી કંપનીઓ આવતા વર્ષે એટલે કે 2023માં IPO લાવવાની તૈયારી કરી રહી છે.

 

Next Article