TATA GROUP ના આ શેરે 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 2800 ટકા રિટર્ન, 1 વર્ષમાં 1 લાખ ના થયા 29 લાખ

|

Jan 11, 2022 | 4:36 PM

12 જાન્યુઆરી 2021 ના રોજ શેરની કિંમત 9.80 રૂપિયા હતી જેણે તેના રોકાણકારોને માત્ર 1 વર્ષમાં 2,860.71% વળતર આપ્યું છે.

TATA GROUP ના આ શેરે 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 2800 ટકા રિટર્ન, 1 વર્ષમાં 1 લાખ ના થયા 29 લાખ
આ શેરે રોકાણકારોને એક વર્ષમાં 2,860.71% રિટર્ન આપ્યું

Follow us on

High Return Stock :છેલ્લા 6 મહિનામાં ટાટા ટેલિસર્વિસિસ(Tata Teleservices Maharashtra Limited – TTML) ના શેરોએ તેના રોકાણકારો નાણાં પાંચ ગણા વધાર્યા છે. સમય જેમ વધતો જાય છે તેમ રિટર્ન પણ વધ્યું છે. 6 મહિના અગાઉ સ્ટોકમાં રોકાણ કરનારા તો જાણે માલામાલ બન્યા છે.

મુંબઈ સ્થિત ટાટા ટેલિસર્વિસિસ ટાટા ગ્રૂપ(TATA GROUP)ની પેટાકંપની છે જે બ્રોડબેન્ડ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ક્લાઉડ સેવાઓમાં ડીલ કરે છે.નોંધનીય છે કે કંપનીના શેર તાજેતરના સમયમાં સતત કેટલાંક દિવસો સુધી 5 ટકાની અપર સર્કિટને સ્પર્શ્યા હતા.

ડિસેમ્બર 2020માં સ્ટોક લગભગ 7.95 ના ભાવે ટ્રેડ થયો હતો જે વધીને હાલમાં 290 રૂપિયાની ઉપર પહોંચ્યો છે.12 જાન્યુઆરી 2021 ના રોજ શેરની કિંમત 9.80 રૂપિયા હતી જેણે તેના રોકાણકારોને માત્ર 1 વર્ષમાં 2,860.71% વળતર આપ્યું છે. TATA Teleservices (Maharashtra) Limited મૂળભૂત અને સેલ્યુલર ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડે છે. કંપની વાયર્ડ અને વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. કંપની લગભગ બે યુનિફાઇડ એક્સેસ સર્વિસ લાઇસન્સ ધરાવે છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

Tata Teleservices Maharashtra Services એ મહારાષ્ટ્ર અને ગોવાના ગ્રાહકો માટે કૉલિંગ અને ઇન્ટરનેટ સેવાઓની B2B પ્રદાતા છે. કંપની દેવાથી લદાયેલી છે અને ખોટનો સામનો કરી રહી છે. તેનો કન્ઝ્યુમર ટેલિકોમ બિઝનેસ હતો જેણે સંઘર્ષ કર્યો અને તેને ભારતી એરટેલને વેચી દેવામાં આવ્યો. જો કે, માર્ચ 2020 માં શેર દીઠ આશરે રૂ. 2 ના નીચા સ્તરેથી શેર આજે અનેક ગણો વધીને રૂ. 300 નજીક પહોંચી ગયો છે.

TTML ભારતના નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે એક વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે પોતાને બદલી રહ્યું છે. ટાટા જૂથ આ કંપનીને સમર્થન આપી રહ્યું છે અને રોકાણકારોને ખાતરી આપી છે કે તમામ દેવાની જવાબદારી પૂરી કરવામાં આવશે. TTML પર નવું ફોકસ છે અને તે FY21 માટે સંપૂર્ણપણે સુધારેલા વાર્ષિક અહેવાલમાં પણ જોઈ શકાય છે. TTML ટાટાના સુપરએપ(TATA SUPER APP) અને 5G પ્લાનના લાભાર્થી હોવાની પણ ચર્ચા છે. TATAની સુપર એપ(SUPER APP)નું સંચાલન આ કંપની દ્વારા થાય તો કંપની અને રોકાણકારોની કિસ્મત પલટાઈ શકે છે. આ અહેવાલે શેરને આસમાને પહોચાડયો છે.

TTML શેર્સના રોકાણકારોને થયેલા લાભ ઉપર નજર કરીએતો એક વર્ષ અગાઉ 10 રૂપિયાની કિંમતે શેરમાં રોકાણ કરનારના 1 લાખ રૂપિયાનું રોકાણ આજે 29,00,000 રૂપિયા થઇ ગયું છે. 6મહિના અગાઉ 45 રૂપિયા પ્રતિશેરના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારને આજે 6,44,444 રૂપિયા રિટર્ન મળ્યું છે.

 

આ પણ વાંચો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો

આ પણ વાંચો : Gold Price Today : દેશમાં Gold Exchange માટે ગાઈડલાઈન જાહેર કરાઈ, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

Published On - 4:30 pm, Tue, 11 January 22

Next Article